Ladakh J&K અને લખનૌની દુર્ઘટનાના મૃતકોને મોરારિબાપુથી તરફ સહાયની જાહેરાત
લદાખ (Laddakh) અને જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) ના વિવિધ વિસ્તારોમાં વાદળ ફાટવાની તથા અતિવૃષ્ટની ઘટનામાં પણ 18 જેટલા લોકોએ તેમનાં પ્રાણ ગુમાવ્યા છે.
ભાવનગર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખનૌ નજીક ગઈકાલે એક બસ દુર્ઘટના સર્જાઈ હતી. 130 કેટલા મુસાફરોને લઈ જતી બસને અન્ય વાહને ટક્કર મારતાં 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોરારી બાપુ (Moraribapu) ની સંવેદના સ્વરૂપે લખનૌ (Lucknow) સ્થિત રામકથા (Ramkatha) ના શ્રોત દ્વારા આ હતભાગી મુસાફરના પરીવાજનોને 90 હજાર રૂપિયાની સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે.
લદાખ (Laddakh) અને જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) ના વિવિધ વિસ્તારોમાં વાદળ ફાટવાની તથા અતિવૃષ્ટની ઘટનામાં પણ 18 જેટલા લોકોએ તેમનાં પ્રાણ ગુમાવ્યા છે. જેમનાં પરિવારજનોને પણ રામકથા (Ramkatha) ના શ્રોતાઓ દ્વારા મોરારિબાપુ (Moraribapu) ની સૂચના અનુસાર હનુમાનજીની સાંત્વના રૂપે 90હજારની સહાય મોકલવામાં આવશે.
બન્ને ઘટનાની કુલ રકમ એક લાખ એંસી હજાર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે મોરારિ બાપુ (Moraribapu) એ પ્રાર્થના કરી છે. મૃતકનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube