Gujarat Politics News: લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપે ગુજરાતમાં મોટા નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી રહી છે. ત્યારે  ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે. 26 રાષ્ટ્રીય પરિષદના સભ્યો કોર્ડીનેશનની કામગીરી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ભાજપે કયા નેતાને સોંપી કયા જિલ્લાની જવાબદારી?


  • કચ્છમાં પ્રવિણસિંહ વાઢેરની કરાઈ પસંદગી

  • બનાસકાંઠા બેઠક પર મેરૂજી ઠાકોરની પસંદગી

  • પાટણમાં રાજુભાઈ ઠક્કરની કરાઈ પસંદગી 

  • મેહસાણામાં કેશુભાઈ પટેલ પસંદગી કરાઈ 

  • સાબરકાંઠામાં ભરતસિંહ રહેવારની પસંદગી

  • ગાંધીનગરમાં રાજેશકુમાર પટેલની પસંદગી

  • અમદાવાદ પૂર્વમાં શૈલેષ પટેલની પસંદગી

  • અમદાવાદ પશ્ચિમમાં મહેશ ઠક્કરની નિમણૂક

  • સુરેન્દ્રનગરમાં ભરત ડેલિવાલાની નિમણૂક 

  • રાજકોટમાં પ્રતાપ કોટકની કરાઈ નિમણૂક  

  • પોરબંદરમાં કિરીટ મોઢવાડિયાની નિમણૂક

  • જામનગરમાં મનોજ ચાવડીયાની નિમણૂક 

  • જૂનાગઢમાં ભરતભાઈ વાડલીયાની પસંદગી

  • અમરેલીમાં દિનેશ પોપટની કરાઈ પસંદગી

  • ભાવનગરમાં ગિરીશ શાહની પસંદગી કરાઈ

  • આણંદમાં સુભાષ બારોટની પસંદગી કરાઈ 

  • ખેડા બેઠક પર વિષ્ણુ પટેલની પસંદગી કરાઈ 

  • પંચમહાલમાં મુલજી રાણાની કરાઈ પસંદગી 

  • દાહોદમાં નારસિંગ પરમારની નિમણૂક

  • વડોદરામાં ઘનશ્યામ દલાલની કરાઈ નિમણૂક

  • છોટાઉદેપુરમાં તારજુ રાઠવાની કરાઈ પસંદગી

  • ભરૂચમાં સુરેશ પટેલની કરાઈ નિમણૂક

  • બારડોલીમાં હર્ષદ ચૌધરીની પસંદગી કરાઈ 

  • સુરતમાં કનુ માવાણીની કરાઈ પસંદગી

  • નવસારીમાં કનક બારોટની નિમણૂક

  • વલસાડમાં પ્રવીણ પટેલની પસંદગી કરાઈ


કોર્ડીનેશનની કામગીરી કરશે
ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 રાષ્ટ્રીય પરિષદના સભયોની પસંદગી કરાઈ છે. હવે રાષ્ટ્રીય પરિષદના સભ્યો તમામને સાથે લઈ પોત પોતાની બેઠક પર કોર્ડીનેશનની કામગીરી કરશે. 


ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી 
ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થશે. હાલની 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ જ્યારે 2 બેઠકો ભાજપ પાસે છે.