લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ પ્રોજેક્ટનાં ઉદ્ધાટન પહેલા પાર્કિગ પોલીસીની જાહેરાત
મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુરુવારે મળેલી સાપ્તાહીક કારોબારી સમિતીમાં મહત્વના 3 નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં લો ગાર્ડનના હેપ્પી સ્ટ્રીટ પ્રોજેક્ટના ઉદઘાટન પહેલા પાર્કિંગ પોલીસીની જાહેરાત કરાઇ છે. તો સાથે જ ઇમ્પેક્ટ ફી ના કાયદાનો લાભ ન લેનારા અને ઇમારતોની પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામો ઉભા કરી દેનારા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. તો ટેક્સબીલ બાબતે આવતી સેંકડો વાંધા અરજીઓ મામલે હવે કરતા ઓનલાઇન નિર્ણય કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનો પણ નિર્ણય કરાયો છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુરુવારે મળેલી સાપ્તાહીક કારોબારી સમિતીમાં મહત્વના 3 નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં લો ગાર્ડનના હેપ્પી સ્ટ્રીટ પ્રોજેક્ટના ઉદઘાટન પહેલા પાર્કિંગ પોલીસીની જાહેરાત કરાઇ છે. તો સાથે જ ઇમ્પેક્ટ ફી ના કાયદાનો લાભ ન લેનારા અને ઇમારતોની પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામો ઉભા કરી દેનારા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. તો ટેક્સબીલ બાબતે આવતી સેંકડો વાંધા અરજીઓ મામલે હવે કરતા ઓનલાઇન નિર્ણય કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનો પણ નિર્ણય કરાયો છે.
અમદાવાદ: નકલી પોલીસ બની યુવાનનું અપહરણ કર્યા બાદ ખંડણી માંગનારની ધરપકડ
અમદાવાદની ઓળખ એવા લો ગાર્ડન ફુડ માર્કેટને ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે ખુલ્લુ મુકવામાં આવશે. ગત વર્ષે જાહેર કરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં આખરી તબક્કાની કામગીરી ચાલી રહી છે. જેમાં 31 મોટી અને 11 નાની એમ કુલ મળી 42 ફૂડ વાન ઉભી રાખવામાં આવશે. ત્યારે લોકાપર્ણ પૂર્વે આ સ્થળ માટેની પાર્કિંગ પોલીસી પણ નક્કી કરી દેવામાં આવી છે. જેમાં સવાર થી સાંજે અને સાંજ થી મોડી રાત સુધીના સમય માટે અલગ અલગ પાર્કિગ ફી નક્કી કરવામાં આવી છે.
બનાસકાંઠાના 46 પૈકી 19 વિદ્યાર્થીકાલે પરત ફરશે, આઇસોલેશન વોર્ડ ચાલુ કરાયો
આ ઉપરાંત ઇમ્પેક્ટ ફી બાદની સ્થિતી અને ટેક્સ મામલે થતી ફરીયાદોનો ઓનલાઇન નિકાલ માટેનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. નોંધનીય છેકે ઇમ્પેક્ટ ફી ના કાયદાની મુદત પૂર્ણ થઇ ગયા બાદ પણ સેંકડો લોકોએ ભોંયરામાં ગેરકાયદે બાંધકામો કરી દીધા છે. જેના કારણે પાર્કિંગની જગ્યા રોકાઇ ગઇ છે. આ મામલે તંત્ર હવે આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે.
* લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ માટે પાર્કિંગ પોલિસીની જાહેરાત
* ટુ વહીલર માટે સવારે 8.30 થી સાંજે 4 સુધી રૂ. 10, સાંજે 4 થી સવારના 5 સુધી રૂ.30
* ફોર વહીલર માટે આજ સમયે 30 અને 50 રૂ ફી
* Amc કારોબારી સમિતિમાં લેવાયો નિર્ણય
* 15 દિવસમાં શરૂ થશે ફૂડ માર્કેટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube