ગિરનાર રોપ-વેના ભાવમાં ઘટાડાની જાહેરાત, આ લોકોને મળી શકે છે સ્પેશિયલ ઓફર
ગિરનાર રોપ-વે યોજના અમલી બનાવવામાં જુનાગઢવાસીઓએ આપેલા સહયોગની કદર કરીને મંદિર સુધી જતા વિશ્વના સૌથી લાંબા આ રોપ-વે માટે ઉષા બ્રેકો લિમિટેડે તેમના માટે વિશેષ ઓફરની જાહેરાત કરી છે. આ વિશેષ ઓફર હેઠળ જૂનાગઢવાસીઓ ગિરનાર રોપ-વે ઉપર આવવા-જવાની રાઈડનો લાભ રૂપિયા 500+ જીએસટીના રાહત દરે લઈ શકશે.
ભાવિન/ જૂનાગઢ: ગિરનાર રોપ-વે યોજના અમલી બનાવવામાં જુનાગઢવાસીઓએ આપેલા સહયોગની કદર કરીને મંદિર સુધી જતા વિશ્વના સૌથી લાંબા આ રોપ-વે માટે ઉષા બ્રેકો લિમિટેડે તેમના માટે વિશેષ ઓફરની જાહેરાત કરી છે. આ વિશેષ ઓફર હેઠળ જૂનાગઢવાસીઓ ગિરનાર રોપ-વે ઉપર આવવા-જવાની રાઈડનો લાભ રૂપિયા 500+ જીએસટીના રાહત દરે લઈ શકશે.
આ પણ વાંચો:- કોંગ્રેસ ટાઇટેનિક જહાજ બની ગયું છે, MLAના રાજીનામા પર પાર્ટીએ મંથન કરવુ જોઇએઃ સીઆર પાટીલ
પાંચથી દસ વર્ષની ઉંમર ધરાવતાં બાળકો માટે આ દર રૂપિયા 250+ જીએસટી જેટલો રહેશે. આ વિશેષ ઓફરનો લાભ લેવા માટે જૂનાગઢનું સરનામુ ધરાવતુ આધાર કાર્ડ રજુ કરવાનુ રહેશે. પરિવાર કે ગ્રુપ સાથે પ્રવાસ કરતા દરેક સભ્યએ જૂનાગઢનું સરનામુ ધરાવતું આધારકાર્ડ ફરજિયાત રજૂ કરવાનુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube