અતુલ તિવારી/અમદાવાદ: વર્ષ 2019માં એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરાયું છે. જેની સાથે જ એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે આજથી મોક રાઉન્ડ પણ શરુ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આવેલી એન્જીનીયરીંગની 72,388 બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઈન 33,838 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં 33,164 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો વર્ષો બાદ એન્જીનીયરીંગના મેરીટ લીસ્ટમાં વિદ્યાર્થીની પ્રથમ સ્થાને આવી છે. ભાવનગરની નિધિ માણેક 99.99 પરસેન્ટાઈલ સાથે મેરીટમાં પ્રથમ રહી છે. પ્રવેશની આગામી પ્રક્રિયાના ભાગરૂપે હવે 16 જુનથી વિદ્યાર્થીઓ ચોઈસ ફીલિંગ કરી શકશે. જેના માટે મહત્તમ બેઠકો પર ચોઈસ ફીલિંગ કરવાનો આગ્રહ પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. ચોઈસ ફીલિંગની આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 19 જુનના રોજ રાજ્યભરની એન્જીનીયરીંગની બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ મેરીટ લીસ્ટ જાહેર કરાશે.


અમદાવાદના પ્રખ્યાત એલિસબ્રિજ પરથી લાશના ટુકડા મળ્યા, પોલીસ પણ અવઢવમાં મૂકાઈ


વર્ષ 2019માં ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરાયું છે. જેની સાથે જ ફાર્મસીમાં પ્રવેશ માટે આજથી મોક રાઉન્ડ પણ શરુ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આવેલી ફાર્મસીની 7,248 બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઈન 15,575 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં 15,336 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.


ZEE 24 કલાક ઈમ્પેક્ટ : વાવાઝોડાને પગલે તાત્કાલિક બંધ કરાયો સુરતનો ભૂતિયો ડુમસ બીચ


પ્રવેશની આગામી પ્રક્રિયાના ભાગરૂપે હવે ફાર્મસીમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓ 18 જુનથી ચોઈસ ફીલિંગ કરી શકશે. જેના માટે મહત્તમ બેઠકો પર ચોઈસ ફીલિંગ કરવાનો આગ્રહ પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. ચોઈસ ફીલિંગની આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 21 જુનના રોજ રાજ્યભરની ફાર્મસીની બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ મેરીટ લીસ્ટ જાહેર કરાશે.