Ahmedabad Accident: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર બનેલી ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં વધુ એક અકસ્માત સર્જાયો છે. શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શેલા ગામમાં આ હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક વૈભવી કાર ચાલકે અન્ય ત્રણ વાહનોને ટક્કર મારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છનું મુંદ્રા બંદર ફરી ચર્ચામાં! 10 કરોડનું મળ્યું કોકેન, આ રીતે છુપાવ્યું હતું


શેલાના આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે આ ઘટના બની છે. આ ઘટનામાં એક મહિલાને ઇજા પહોંચી છે. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. ત્રણ વાહનોને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના મામલે બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


અમદાવાદીઓનું જે થવું હોય તે થાય પણ માનિતાઓને સાચવી રહી છે AMC, કોંગ્રેસ બગડી


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શેલા ગામમાં આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે હેરિયર ગાડીના ચાલકે ત્રણ ગાડીઓ સાથે અકસ્માત સર્જયો છે. બે ગાડીઓને ભારે તો એક ગાડીને સામાન્ય નુકસાન થયું છે. ગાડીની સ્પીડ 100 કિ.મી પ્રતિ કલાકની હોવાનો પ્રત્યદર્શીએ દાવો કર્યો છે. GJ 38 BE 9113 ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પોલીસે ગાડી શોધી કાઢી હતી, જોકે ચાલક ફરાર થઈ ગયો હતો.