Ambalal Patel Prediction: બિપરજોય વાવાઝોડાના ખતરો તો ટળી ગયો છે, પરંતુ હવે રાજ્યમાં વરસાદને લઈ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે. આગાહી મુજબ અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદની આગાહી કરી છે, આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાંથી હજું સંકટ ટળ્યું નથી! આવતીકાલે આ 12 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ


વાવેતર કરેલા પાકમાં કાતરા પાડવાની શક્યતા
અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે. પરંતુ આ વચ્ચે તેમણે ગુજરાત પર વધુ એક સંકટની આગાહી કરી છે. અંબાલાલ કાકાએ એવી આગાહી કરી કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે. 


'અમારા વિસ્તારમાં બેફામ બન્યું છે દારૂ અને હપ્તાખોરીનું દૂષણ', ભાજપના ધારાસભ્યએ...


હવે મૃગશેષ નક્ષત્રમાં વરસાદ થવાથી વાવેતર કરેલા પાકમાં કાતરા પાડવાની શક્યતા છે. જેનું સાયકલ 27 દિવસ ચાલશે. આ કાતરાઓ ઉભા કૃષિ પાકોને ખાઈ જતા હોય છે. હવે મારવાડના રણમાં તીડની ઉત્ત્પત્તિ થવાની સંભાવના છે. અષાઢ સુદ બીજના વાદળો રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પાડવાની શક્યતા છે. અષાઢ સુદ પાંચમની રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી થવાની શક્યતા છે. 


જન્મદિવસની ઉજવણીમાં નેતાજી ભાન ભૂલ્યા; તલવારથી કેક કાપી ભાજપી નેતા વિવાદના વમળોમાં..


ચોમાસું ક્યારે આવશે 
અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. 


કુદરત રૂઠી...આ વિસ્તારના ખેડૂતોને આવ્યો રોવાનો વારો: હવે સરકાર ક્યારે મદદ કરશે?


તેમણે જણાવ્યું કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે. પરંતુ હજી પણ તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. તેથી દરમિયાન 17થી 20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે. બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠુ હતુ. ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે. ત્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે. 


આર અશ્વિને જણાવ્યું ટીમ ઈન્ડિયાનું 'કાળુ સત્ય', કહ્યું- દોસ્ત-દોસ્ત ના રહા, હવે તો


વરસાદથી ઉત્તર ગુજરાત બેહાલ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. એને લઇને ગુરુવાર રાતથી પાટણ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદ પડી રહ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સંતાલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક ઝાડ ધરાશાયી થયાં છે.


જિયો સેવિંગ પ્લાન! એક વર્ષ માટે દરરોજ 1.5 જીબી ડેટા અને કોલિંગ, 683 રૂપિયાની થશે બચત


બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. એને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. પાટણમાં ભારે વરસાદના કારણે આજે ચારણકામાં આવેલા ગુજરાતના સૌથી મોટા સોલાર પ્લાન્ટમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ-દિલ્હી નેશનલ હાઈવે પર પણ પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.