ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત રમખાણે કેસમાં ધરપકડ કરવામાં આવેલા તીસ્તા સેતલવાડ અને આર.બી શ્રી કુમારના જામીન અરજી મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. તીસ્તા સેતલવાડ મુદ્દે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે કોર્ટમાં આજે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. ગુજરાત સરકારે કોર્ટમાં આજે ગુજરાત વિરોધી ષડયંત્રમાં ઝાકીયા જાફરીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ કરીને ખળભળાટ મચાવ્યો છે. હવે તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી આવતીકાલે (ગુરુવાર) બપોરે સાડા ત્રણ કલાકે કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર વતી કોર્ટમાં ઝાકીયા જાફરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે, ત્યારે સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી સહિત અન્ય નેતાઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરવા માટે તીસ્તા સેતલવાડ, સંજીવ કુમાર અને આરબી શ્રીકુમારે ઝાકીયા જાફરીનો ઉપયોગ કર્યો હતો. ખોટી ફરિયાદો સરકાર વિરુદ્ધ કરવા ઝાકિયાને તીસ્તાં સાહિતના બે આરોપીએ કહ્યું હતું. ઝાકીયા જાફરીએ ખોટી ફરિયાદો કરી હતી. ગુજરાતના CM અને રાજકીય નેતાઓ સામે ફરિયાદ થઈ હતી. ખોટી ફરિયાદ નોંધાવવા માટે તીસ્તાએ ઝાકીયાનો ઉપયોગ કર્યો હતો.


સોખડા વિવાદ અંગે પ્રબોધ સ્વામી જૂથને ઝટકો, હાઇકોર્ટે હેબિયસ કૉર્પસ પિટિશનનો કર્યો નિકાલ


કોર્ટમાં સરકારે જણાવ્યું હતું કે, મિલિટરી આવવા માંગતી હતી, પરંતુ સરકારે મિલેટરીને રોકી હતી. સમાધાન કરવા બીજેપી ઓફીસે ઝાકિયાને બોલાવી હતી, પરંતુ ઝાકિયા ફરિયાદ ન થાય ત્યાં સુધી ગઈ નહીં. આ તમામ ખોટી ફરિયાદ નોંધવા તીસ્તા એ ઝાકીયાનો ઉપયોગ કર્યો હતો. 


બીજી બાજુ ગુજરાત રમખાણે કેસમાં ધરપકડ કરવામાં આવેલા સંજીવ ભટ્ટને પણ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. સંજીવ ભટ્ટના રિમાન્ડ પુરા થતા આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, SIT દ્વારા વધુ રિમાન્ડની માંગ કરાઈ શકે છે. કોર્ટમાં એસઆઈટીએ જણાવ્યું હતું કે, આરોપી તિસ્તા સેતલવાડ અને અન્ય લોકોનો હેતુ ગુનાને સનસનાટીભર્યો બનાવવાનો હતો અને તે પણ અગમ્ય કારણોસર. ત્રણેય આરોપીઓમાંથી બે અસંતુષ્ટ પોલીસ અધિકારીઓ છે અને અન્ય આરોપી તિસ્તા સેતલવાડ રાજકીય મહત્વાકાંક્ષી વ્યક્તિ છે.


નામદાર કોર્ટે સંજીવ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ધકેલ્યા છે. બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો આટલો ગંભીર ગુનો છે તે છતાંય અમારા અસીલ સાથે સાત દિવસના રિમાન્ડ માત્ર દોઢ કલાક પૂછપરછ કરવામાં આવી કોર્ટને જાણ કરવા માગું છું. શનિવારે દોઢ કલાક સંજીવ ભટ્ટનું ઇન્ટરોગેશન કરવામાં આવ્યું છે. સાત દિવસમાંથી માત્ર દોઢ કલાક પૂછપરછ કરવામાં આવી છે.


ગુજરાતમાં ફ્રી વીજળી આપવાની આવતીકાલે કેજરીવાલ કરી શકે છે જાહેરાત, જાણો તેમનો કાર્યક્રમ


ઉલ્લેખનીય છે કે, ગુજરાત રમખાણે કેસમાં SITએ તીસ્તા સહિત તમામ આરોપીઓના જામીનનો વિરોધ કરતાં કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું હતું. જેમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, તીસ્તાને 2002માં ગુજરાત સરકારને પાડી દેવા માટે કોંગ્રેસ તરફથી ફંડ મળ્યું હતુ. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે તે સમયે ભાજપની સરકારને ઉથલાવવા માટે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડને બે વખતમાં કુલ 30 લાખ રૂપિયા આપ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube