જયંતિ સોલંકી/વડોદરા: હરણી લેકઝોન દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકોએ જીવ ગુમાવ્યાં હતા. આ ગોઝારી દુર્ઘટનાને પગલે પોલીસે સૌ પ્રથમ 18 ગુનેગારો સામે ફરીયાદ નોંધી છની ધરપકડ કરી હતી. ત્યારબાદ ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં કૂલ 19 ની પોલીસે ધરપકડ કરી છે. આજરોજ પોલીસે આ ઘટનાના જવાબદાર વધુ ત્રણ ભાગીદારોની ધરપકડ કરી છે. આરોપી પરેશ શાહની પરિવારમાં પુત્ર વત્સલ શાહ, પત્ની નુતન શાહ અને પુત્રી વેશાખી શાહ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ મા અંબાના ધામ પહોંચ્યું ગુજરાતનું આખું મંત્રીમંડળ? તમામ મંત્રીઓ અલગ મૂડમાં!


વડોદરા શહેર નહીં પરંતુ સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર હરણી બોટ દુર્ઘટનામાં પોલીસે કૂલ 21 જવાબદારો સામે ગુનો નોંધ્યો છે.આ ઉપરાંત ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી ત્યારે પોલીસ દ્વારા ફરાર વત્સલ શાહ,નૂતન શાહ,વૈશાખી શાહ ની ધરપકડ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર ઘટના કંઇ રીતે ઘટી તે અંગેની તપાસ અંગે આજ રોજ રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું જેમાં એફએસએલના અધિકારીઓ બોટ મેન્યુફેક્ચર ના પ્રતિનિધિઓ તેમજ ટીમની હાજરીમાં બોટને ફરી હરણી લેક ઝોન તળાવ માં ઉતારી ટેસ્ટીટિંગ કરવામાં આવ્યું હતું.હરણી તળાવ માં બોટનું બોયાનસી કેપેસિટી ટેસ્ટ કરાયો છે.બોટ તરવાની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે બોયાનસી ટેસ્ટ કરવામાં આવે છે. 


વાવાઝોડા વગર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે! જો આવું થયું તો...અંબાલાલ પટેલની મોટી આગાહી


હરણી લેક ઝોન ના આરોપી નૂતન શાહને હાર્ટ પ્રોબ્લેમ થતા તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા તબીબ પાસે આવતા ધરણા ચોકડી હાઇવે પરથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પુત્ર વત્સલ શાહ કોટિયા પ્રોજેકટ માં 10 ટકા નો ભાગીદાર હતો.ત્યારે 2018 માં નૂતન અને વૈશાખી શાહ ના 5-5 ટકા ભાગીદારી નક્કી કરાઈ હતી જેથી કોરિયા પ્રોજેક્ટના આરોપીઓ 30 ટકા ના ભગીરા છે.આરોપીઓ દુર્ઘટના ઘટતાં ફરાર થી ગયા હતા.આરોપી પહેલા ભરૂચ બાદ રાજસ્થાન તરફ ફરાર થઇ ગયા હતા.હરણી લેક્ઝોન નું સંચાલન પરેશ શાહ અને વત્સલ શાહ કરતા હતા.ઓથોરિટી સિગ્નેચર માં વત્સલ શાહ ની બેન્કિંગ વ્યવહારો માં ચાલતી હતી.સહિત પોલીસે 20 લોકો સામે સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો જેમાં પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હજુ 1 આરોપી ધર્મીન ભતાણી પોલીસ પકડ થી દુર છે. 


હવે સોસાયટીના ચેરમેન-સેક્રેટરી ચેતી જજો! કોઈ પણ સોસાયટીની બહાર કચરો દેખાશે તો મર્યા!


મહત્વની વાત છે કે હરણે બોટ કાંડમાં 12 બાળકો અને બે શિક્ષિકાઓની મોત નીપજ્યાં છે. ત્યારે મૃત્યુ પામનાર બાળકોના પરિવાર હજુ પણ ન્યાય માટે તરસી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા નાટાકય મત રીતે એક બાદ એક આરોપીઓને ધરપકડ કરવામાં આવે છે તેવું જણાવવામાં આવે છે. પરંતુ ઘટનાને મહિનો વીતી ગયા હોવા છતાં પણ કડક કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી.ઘટના લઈને સ્કુલ સંચાલકો કે પાલિકા અધિકારીઓ પર કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી.જેને લઇને * *ગૃહ વિભાગ* તેમજ *સરકાર* દ્વારા પણ પોલીસ તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ કોઈપણ આરોપીને છોડવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે.


ગુજરાતીઓ માટે રોજગારીની ઉત્તમ તક બનશે આ પાર્ક, 22મીએ PM મોદી કરશે ખાતમુહૂર્ત