ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. સવારે અંબરીશ ડેરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. એટલે કે લોકસભા ચૂંટણી વધુ એક ઝટકો લાગ્યો છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પહોંચવાની છે, બીજીતરફ કોંગ્રેસના એક બાદ એક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્જુન મોઢવાડિયાએ આપ્યું ધારાસભ્ય પદેથી રાજીનામું
પોરબંદરથી ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. આજે સાંજે પાંચ કલાકે અર્જુન મોઢવાડિયા વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. અર્જુન મોઢવાડિયાએ 2022ની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ભાજપના બાબુ બોખિરિયાને હરાવી જીત મેળવી હતી. 


કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો તૂટ્યા
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ 156 સીટો મેળવી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટો મળી હતી. કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યો પહેલા રાજીનામા આપી ચુક્યા છે. હવે પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. એટલે કે હવે કોંગ્રેસ પાર્ટી પાસે માત્ર 14 ધારાસભ્યો રહ્યાં છે. 


30 વર્ષ બાદ મંગળ-શનિનો ખતરનાક યોગ, એપ્રિલ મહિનો ગુજરાત માટે રહેશે ભારે, જાણો વિગત


કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ આપ્યું રાજીનામુ
અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે હું છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં હતો. હવે કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી મારૂ રાજીનામુ આપી રહ્યો છું. અર્જુન મોઢવાડિયાએ પોતાના પત્રમાં રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે કોંગ્રેસે 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે પણ અર્જુન મોઢવાડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. 


ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસનો સફાયો
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા ભાજપ કોંગ્ર્રેસનો સફાયો કરી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરીને કેસરિયો કરી રહ્યાં છે. અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા જવાથી કોંગ્રેસની વોટબેંકને ફટકો પડશે.


શક્તિસિંહ ગોહિલનું દર્દ છલકાયું
કોંગ્રેસના નેતાઓના ભાજપમાં જોડાવા અંગે શક્તિસિંહ ગોહીલએ કહ્યું કે, દીકરાને મોટા કર્યા બાદ એની જવાબદારી બને કે ઘડપણમાં માં-બાપની સેવા કરે. અમારા નેતા ત્યાં જઈ ભાજપ નેતાઓની પાલખી ઉપાડતા હોય તો અમને ચિંતા થાય. ભાજપ અમારા નેતાઓને મંત્રી અને સાંસદ બનાવે છે. ભાજપની શું મજબૂરી છે કે અમારા નેતાઓને ત્યાં ઉચ્ચ સ્થાન આપે છે. આ ભાજપના પેજ પ્રમુખોનું અપમાન છે.