ખેડા: ઓમિક્રોન વેરિયન્ટનાં સબ વેરિયન્ટ B1.5નો વધુ એક કેસ નોંધાયો છે. ખંભાતની 67 વર્ષીય મહિલા વિદેશથી પરત આવતા કોરોના સંક્રમિત થઈ હતી. આ મહિલાનો RTPCR 24 ડિસેમ્બરે પોઝિટિવ આવ્યો હતો. જેના રિપોર્ટને જિનોમ  સિકવન્સિંગ માટે મોકલાયો હતો. જે રિપોર્ટ આજે આવતાં મહિલા કોરોનાનાં સબ વેરિયન્ટ B1.5 નો શિકાર હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં મહિલા હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. B1.5 એ ઓમિક્રોનના જુદા જુદા વેરીયન્ટ પૈકી એક છે. ભારતમાં પણ હવે ધીરે ધીરે B1.5 સબ વેરિયન્ટનાં કેસો નોંધાઈ રહ્યા છે. B1.5નાં નોંધાયેલા કેસોમાં હજુ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી જોવા મળી રહી નથી. આમ છતાં ભારતમાં ટેન્શનનો માહોલ છે. ગુજરાતે પણ એડવાન્સમાં તૈયારીઓ કરી લીધી છે.


 સરકાર ભલે આ મામલે ચિંતિત હોય પણ એકઠી થઈ રહેલી ભીડ એ કોરોના વકરાવશે તેવો ડર છે. રાજ્યમાં કોરોનાના સામાન્ય કેસો વચ્ચે દેશમાં રોજ નવા વેરિએન્ટ ચિંતા ઉપજાવી રહ્યાં છે. નિષ્ણાતો ભારત માટે આગામી 40 દિવસ અતિ મહત્વના હોવાની ચેતવણી આપી રહ્યાં છે કારણ કે યુરોપમાં કોરોના ફેલાયા બાદ ભારતમાં 35થી 40 દિવસે આવતો હોય છે. હાલમાં દેશમાં હર્ડ ઈમ્યુનિટી છતાં સરકાર આ મામલે તકેદારી રાખી રહી છે. 


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!


નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ઓમિક્રોનના નવા સબ વેરિઅન્ટ XBB.1.5એ ભારતમાં દસ્તક આપી છે. ભારતીય SARS Cove-2 Genomics Consortium (INSACOG) ના ડેટા અનુસાર, Omicronના XBB.1.5 સબ-વેરિયન્ટે ડિસેમ્બરમાં જ ભારતમાં દેખાવા લાગ્યા છે. આ પ્રકારનો પ્રથમ કેસ ગુજરાતમાં જોવા મળ્યો છે. ઓમિક્રોનનું નવું સબ-વેરિઅન્ટ કોરોનાના નવા વેરિઅન્ટ bf.7 વચ્ચે ટેન્શન વધારશે. 


આ વેરિઅન્ટના મોટાભાગના કેસ અમેરિકામાં આવી રહ્યા છે. વાસ્તવમાં XBB.1.5 એ ઓમિક્રોનનો પેટા પ્રકાર છે જેને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ ન્યૂયોર્કમાં કોવિડ કેસ માટે જવાબદાર ગણાવ્યા છે. ઉપરાંત, ન્યુયોર્કની હોસ્પિટલમાં દાખલ થયેલા મોટાભાગના કોરોના દર્દીઓ આ પ્રકારથી પીડિત છે. એવું કહેવાય છે કે, છેલ્લા એક મહિનામાં જેટલા કેસ થયા છે તેમાંથી 75 ટકા કેસ એટલે કે 222 જેટલા કેસ XBB વેરિયન્ટના જ છે.


XBB વેરિઅન્ટ BA.2.10.1 અને BA.2.75 થી બનેલો છે. ભારત સિવાય તે વિશ્વના અન્ય 34 દેશોમાં પણ ફેલાયેલો છે. આ પ્રકાર ઓમિક્રોન પરિવારના તમામ પ્રકારોમાં સૌથી ખતરનાક છે. હાલમાં ભારતમાં, BF.7 ના કેસ ગુજરાત અને ઓડિશામાં મળી આવ્યા છે. ગુજરાતમાં bf.7થી પીડિત કોરોના દર્દીઓના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ બાદ Omicron ના XBB.1.5 વેરિઅન્ટનો પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો છે.


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


વાયરસના જિનેટિક ફૂટપ્રિન્ટ્સ પર નિષ્ણાતની નજર
મહારાષ્ટ્રના સર્વેલન્સ ઓફિસર ડૉ. પ્રદીપ આવતેએ જણાવ્યું છે કે અમે વાયરસના જિનેટિક ફૂટપ્રિન્ટ્સ પર નજર રાખી રહ્યા છીએ. રાજ્ય 100% જીનોમિક સિક્વન્સિંગ કરી રહ્યું છે, જ્યારે વિદેશથી ભારતમાં આવતા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ અને 2% રેન્ડમ સેમ્પલિંગ પણ શરૂ થઈ ગયું છે. આ પછી પોઝિટિવ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. અવતેએ કહ્યું, “અમારી પાસે મહારાષ્ટ્રમાં XBB સબ-વેરિયન્ટના 275 થી વધુ કેસ છે. પરંતુ XBB.1.5 એ એક અલગ સબવેરિઅન્ટ છે, તેની ટ્રાન્સમિસિબિલિટી વિશે થોડી ઓછી જાણકારી છે. પરંતુ XBB પરિવારમાં હોવાને કારણે આ તમામ પ્રકારોમાં નાની અસર થવાની સંભાવના છે.