ઈન્દ્રનીલ રાજ્યગુરુનું કોંગ્રેસમાં `નસીબ` ચમક્યું! કોંગ્રેસે ક્યાંથી આપી ટિકિટ? કહ્યું; `આ મારી હોમ પીચ છે...`
Gujarat Assembly Election 2022: રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસે ઇન્દ્રનીલ રાજગુરુને ટીકીટ આપી છે. ત્યારે ઇન્દ્રનીલ રાજગુરુ એ જણાવ્યું હતું કે, મારી હોમ પીચ છે. હું 2012માં આજ બેઠક પર ધારાસભ્ય બન્યો હતો. આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે.
Gujarat Assembly Election 2022: ગુજરાત કોંગ્રેસે શુક્રવારે સાંજે વિધાનસભા ચૂંટણી માટે વધુ એક 7 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. તેમાં આપમાંથી કોંગ્રેસમાં ઘરવાપસી કરેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે. જે ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસે ઇન્દ્રનીલ રાજગુરુને ટીકીટ આપ્યા બાદ તેમને એક નિવેદન આપ્યું છે.
રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસે ઇન્દ્રનીલ રાજગુરુને ટીકીટ આપી છે. ત્યારે ઇન્દ્રનીલ રાજગુરુ એ જણાવ્યું હતું કે, મારી હોમ પીચ છે. હું 2012માં આજ બેઠક પર ધારાસભ્ય બન્યો હતો. આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી ડરવાની જરૂર નથી. પૂર્વ વિધાનસભા બેઠકોના લોકો ભાજપથી અત્યારે નારાજ છે. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને જ પાર્ટીએ મને ટિકિટ આપી છે.
આ પણ વીડિયો જુઓ:-
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube