બાપ રે! હવે તો ફોન પર વાતો કરતા કરતા આવી રહ્યો છે હાર્ટ એટેક, સુરતમાં 35 વર્ષીય યુવકનું મોત
Surat Heart Attack:રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સુરતમાં વધુ એક યુવાન વયના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયુ છે.
Surat Heart Attack: દેશમાં સતત હાર્ટ અટેકના કારણે મોત કેસ વધી રહ્યાં છે. ખાસ કરીને નાની વયે હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતે સૌ કોઇની ચિંતા વધારી છે. આ મુદે લાંબા સમયથી ICMRનુ સ્ટડી ચાલી રહ્યું છે. પરંતુ હજું સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તેવામાં સુરતમાં ફરી એક હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે. 35 વર્ષીય યુવાન મોબાઈલ પર વાતો કરતો હતો અને અચાનક હાર્ટ એટેક આવતા પોતાની જિંદગી ગુમાવી બેઠો હતો.
યુવક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે સુરતમાં વધુ એક યુવાન વયના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયુ છે. શહેરના પાંડેસરા વિસ્તારમા 35 વર્ષીય યુવાનનું ફોન પર વાતો કરતાં કરતાં હાર્ટ એટેકથી મોત થયું છે. ફોન પર વાતો કરતા કરતા પાંડેસરાના 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ફોન પર વાતો કરતા કરતા પાંડેસરાના 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.
આ યુવક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૂળ બિહારના વતની 35 વર્ષીય પવન ગંગાવિષ્ણુ ઠાકુર હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશ નગરમાં પરિવાર સાથે રહેતો હતો. પવન ખટોદરા સોશ્યો સર્કલ પાસે આવેલ સંતારાવાડી પાસે એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
ફોન પર વાત કરતાં હતો તે સમયે અચાનક થયો બેભાન
સોમવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ પવન પોતાના કામ પર હાજર હતો. પવન ફોન પર વાત કરતાં હતો તે સમયે અચાનક તે બેભાન થઇ ગયો હતો. જેથી કંપનીના માણસોએ પવનને કારમાં સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પવનને મૃત જાહેર કર્યો હતો. પવનનું મોત હાર્ટ એટેકથી નિપજ્યું હોવાનું ડૉકટરે સંભાવના વ્યક્ત કરી હતી. આ બનાવને પગલે ખટોદરા પોલીસ મથકના ASI એસ.એચ ચૌધરી વધુ તપાસ કરી રહ્યાં છે.