બ્રિજેશ દોશી/ગાંધીનગર: રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 111 ગામોના ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત્ત અભિગમથી વધુ એક ક્રાંતિકારી કૃષિ હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની તકલીફ ભોગવતો હતો. એટલું જ  નહીં ,અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી. 


આ 111 ગામોના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે. રાજ્ય સરકારે આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે 111 ગામોના 6 હજારથી વધુ ખેડૂતોને પણ સિંચાઇ માટે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોના અન્ય ખેડૂતોને જે રીતે નિર્ધારીત પાણી મળે છે તે જ રીતે નર્મદા જળ મળતું થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube