ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર ખેડૂતો માટે વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદી પાણીનો ઉપયોગ કરનાર ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં હયાત કનેક્શન સિવાય વધુ એક વીજ જોડાણ મળશે. જેમાં વરસાદી સ્ત્રોતોના માધ્યમથી ખેડૂતો સિંચાઈ કરી શકશે. આ નિર્ણયથી ભૂગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે. એટલું જ નહીં, ગુજરાતના ખેડૂતોને મસમોટા વીજ બિલમાંથી છૂટકારો મળશે. ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી કાર્બન ઉત્સર્જનમાં મોટાપાયે ઘટાડો થશે. ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ ઉર્જા મંત્રીને રજૂઆત કરી હતી. જે અનુસંધાને આ નિર્ણય કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક કનેક્શન મળશે
ફરી એકવાર દિવાળીના તહેવારોમાં પણ ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યના ખેડૂતો માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. વરસાદી પાણી (સરફેસ વૉટર)નો ઉપયોગ કરનારને ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો મહત્વપુર્ણ નિર્ણય કરાયો છે. ડિસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ઉર્જા મંત્રીને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક કનેક્શન આપવા રજુઆત કરી હતી. 


ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે
આ નિર્ણયને રાજ્યના ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને દિગદ્રસ્થી ધરાવનાર ઉર્જા મંત્રી કનુ પટેલનો ખુબ ખુબ આભાર પ્રગટ કર્યો હતો. આ નિર્ણય સાથે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઇ કરવા હેતુ ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે. આ નિર્ણયના લીધે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે સાથે ખેડુતોને પણ બિલમાં બચાવ થશે. આ નિણર્યના લીધે કાર્બન ઉત્સર્જન માં મોટા પાયે ઘટાડો નોંધાશે તેમજ રાજ્યને પણ વિતમાં ફાયદો થશે. 


મહત્વનું છે કે આ નિર્ણયથી ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી તેમજ અન્ય વરસાદી સ્ત્રોતોના માધ્યમથી સિંચાઈ કરવા હેતુ ખેડૂતોને વધુ એક વીજ જોડાણ મળશે....