ભૂપેન્દ્ર `દાદા`નો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય; હવે આ 4 જિલ્લાઓના ખેડૂતોને મળશે 2 કલાક વધુ વીજળી
રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ 8 કલાક વીજળી આપવામાં આવતી હતી.
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ 8 કલાક વીજળી આપવામાં આવતી હતી.
તિરૂપતિ મંદિર બાદ હવે ડાકોર? મંદિરના પૂજારીએ જ વીડિયો અપલોડ કરી બળતામાં ઘી હોમ્યું!
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં અનેક ગામોમાં ખેડૂતોને પૂરતો વીજ પૂરવઠો મળતો ન હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અગાઉ ગુજરાતના ખેડૂતો દ્વારા વીજળીના કલાકોમાં વધારો કરવાની માગ કરવામાં આવી હતી. આ માંગની રજૂઆતને ધ્યાનમાં રાખીને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાતમા OBC અનામત મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે PM મોદીને પત્ર લખીને કર્યો મોટો ધડાકો
સૌરાષ્ટ્રમાં હાલ મગફળીનું વાવેતર જે વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. ત્યા વધુ વીજ પૂરવઠો આપવામાં આવે તેવી માગ ઉઠી હતી. સરકારના આ નિર્ણયથી હાલ રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લા પૂરતો 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરાઈ છે.
સુરતની કંપનીને બલ્લે-બલ્લે! ગુજરાતની ડ્રોન કંપનીને ઇઝરાયેલે આપ્યો મોટો ઓર્ડર, ઘાતક..