ઝી બ્યુરો/સુરત: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેકના કિસ્સા વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. ત્યાં અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે કરી! હવે ઊંઘમાં હાર્ટએટેક; 25 વર્ષીય યુવકને એવી રીતે હાર્ટ એટેક આવ્યો કે...


ધોરણ.4માં અભ્યાસ કરતી બાળકીને હાર્ટ એટેક આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ તો ગેસ્ટ્રોની અસર બાદ હાર્ટએટેક આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં બાળકી દાખલ હોવાથી ડોક્ટરોનો અભિપ્રાય તપાસ બાદ સાચું કારણ જાણી શકાશે.


દિવાળી પહેલાં જ અંબાલાલે બોમ્બ ફોડ્યો! એવી આગાહી કરી કે ઠંડી વગર ઉપડશે ધ્રુજારી...


આ વિશે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું છે. ધોરણ-4માં અભ્યાસ કરી રહેલી બાળકીને ગેસ્ટ્રોની અસર બાદ હાર્ટએટેક આવ્યાનું અનુમાન છે. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે સુરત અને પાટણ બાદ અંકલેશ્વરમાં પણ  હૃદય બંધ થતાં ત્રણ  વ્યક્તિએ જિંદગી ગુમાવી છે.


પૂછવામાં આવ્યા ગંદા સવાલ, એથિક્સ કમિટીની બેઠકમાંથી નારાજ થઈ બહાર આવ્યા TMC સાંસદ