ગુજરાત પોલીસની હશે સૌથી મોટી લાઈન! આ વિસ્તારમાં બનશે અદ્યતન સુવિધા સાથેના ફર્નિશ્ડ 2BHK ફ્લેટ
ગુજરાતમાં ઘણા સમયથી પોલીસ કર્મચારીઓ માટે પોલીસ લાઈન અને તેના પરિવાર માટે સારી રહેવાની જગ્યા ખૂબ જ મહત્ત્વની અને જરૂરી હોવાનું સરકાર દ્વારા ઘણા સમયથી વિચારણા કરવામાં આવી રહી હતી. હવે નવી અત્યાધુનિક પોલીસ લાઈનો બની રહી છે. જેમાં 2BHK ફ્લેટ કોન્સ્ટેબલોને ફાળવવામાં આવશે.
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત પોલીસની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. અમદાવાદ શહેરમાં વધુ એક પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. અમદાવાદના ઘાટલોડિયામાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને ઘાટલોડિયા પોલીસ લાઇન બનવા જઈ રહી છે. ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની સાથે જ 920 મકાન બનશે.
શું તમે જાણો છો? ગુજરાતના નલિયામાં કેમ પડે છે સૌથી વધારે ઠંડી, આ છે મોટું કારણ
13 માળના કુલ 18 ટાવર હશે
આ પોલીસ લાઈન 13 માળના કુલ 18 ટાવર નિર્માણ પામશે. જેમાં પોલીસ કર્મચારીઓ માટે ડબલ ફ્લોર બેઝમેન્ટ સહિત ફર્નિચર સાથે 2bhk ફ્લેટ તૈયાર કરવામાં આવશે. આવનારા સમય આ આખો પ્રોજેક્ટ 250 કરોડનો હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! અમદાવાદમાં જયપુર જેવો ભયાનક અકસ્માત! 2નાં મોત
મહત્વનું છે કે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારાં આ મકાનોમાં તમામ પોલીસકર્મી જેને મકાન ફાળવવામાં આવશે તે ફર્નિચર સાથે ફાળવવામાં આવનાર છે. જેમાં પરિવારને જરૂરી તમામ વસ્તુઓ મળી રહે અને એક સારું જીવન તેઓ પરિવાર સાથે રહે તે માટે હવે નવી અત્યાધુનિક પોલીસ લાઈનો બની રહી છે. જે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
કાતિલ દોરીથી બચાવવા મહેસાણાના યુવાનની પ્રેરણાદાઈ પહેલ! ઉત્તરાયણ પહેલા 3 ઘાયલ, 1 મોત
ફર્નિશ્ડ 2BHK ફ્લેટમાં હશે આ સુવિધા
પોલીસ કર્મચારીઓને જે 920 મકાન ફાળવવામાં આવશે તેમાં પંખા, લાઈટ, બેડ સહિતની પાયાની તમામ સુવિધા અને સાથે ફર્નિચર પણ આપવામાં આવશે. એટલું જ નહીં, બે બ્લોકને જોડીને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બનવાનું છે. આગામી સમયમાં અમદાવાદ શહેરના અત્યાધુનિક પોલીસ સ્ટેશન પૈકીનું એક હશે.
13 લાખ વાહનોથી છે ગુજરાતીઓને છે સૌથી મોટું જોખમ! ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે ખુલાસો
ડિસેમ્બરના અંતમાં ખાતમુહૂર્ત!
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં ખાતમુહૂર્ત થઈ શકે છે, પોલીસ કર્મચારીઓ માટે બનનાર મકાનમાં સહેજ પણ કચાશ ન રહે તે માટે આખું કામ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અનુભવી લોકોના મોનિટરિંગમાં થવાનું પણ જાણવા મળી રહ્યું છે.