`ગાડી બંધ પડી ગઈ છે ધક્કો મારવો પડશે`, આવું કોઈ કહે તો ઉભા રહેતા નહીં, 4 મહિલા, એક પુરુષે કર્યો કાંડ!
ગઈકાલે સુરતના ઓલપાડ તાલુકાના ઓભલા ગામ પાસે એક લૂંટ ની ઘટના બની હતી , સુરત ના ગૌરવ પથ ખાતે રહેતા વ્યાપારી મનોજ રાજમલ ગોયલ ગઈકાલે પોતાની કાર માં ડ્રાયવર સાથે સુરત થી ભરૂચ તરફ જઈ રહ્યા હતા.
સંદીપ વસાવા/ઓલપાડ: સુરત જિલ્લાના ઓલપાડ ના ઓભલા ગામ પાસે કાર ચાલક સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ચાર મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તમામ લૂંટનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ગાડી બંધ પડી ગઈ છે ધક્કો મારવાનું કહી ઘેની પદાર્થ સુંઘાડી લૂંટ કરાઈ હતી. પોલીસે ચાર મહિલા અને યુવકની ધરપકડ કરી છે.
મોટા સમાચાર: નવા બે દિગ્ગજોને ભાજપ આપી શકે છે રાજ્યસભામાં સ્થાન, 14મીએ જાહેરાત
ગઈકાલે સુરતના ઓલપાડ તાલુકાના ઓભલા ગામ પાસે એક લૂંટ ની ઘટના બની હતી , સુરત ના ગૌરવ પથ ખાતે રહેતા વ્યાપારી મનોજ રાજમલ ગોયલ ગઈકાલે પોતાની કાર માં ડ્રાયવર સાથે સુરત થી ભરૂચ તરફ જઈ રહ્યા હતા દરમ્યાન ઓલપાડ ના ઓભલા ગામ પાસે એક કાર ચાલક અને મહિલાઓ રસ્તા પર ઉભા હતા અને ભોગ બનનારની કારને હાથ બતાવી ઉભી રાખી હતી. કાર ઉભી રહેતા નજીક આવી કાર ખરાબ થઈ ગઈ છે કહી ધક્કો મારવા જણાવતા કાર ચાલક દરાયવર નીચે ઉતર્યો હતો.
હવે ઈન બીન ને તીન: કોંગ્રેસનો 'શક્તિ' પણ ફેલ, ભાજપના બુલડોઝર નીચે કચ્ચરઘાણ નીકળશે
નીચે ઉતરતા જ હાજર ચાર મહિલાઓ અને એક ઇસમે ડ્રાયવર સાથે ઝપાઝપી કરી હતી અને તેને ઘેની પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધો હતો. ત્યારબાદ ભોગ બનનાર નીચે ઉતરતા તેની સાથે પણ ઝપાઝપી કરી ભોગ બનનાર ને પણ ઘેની પદાર્થ સુંઘાડી દઈ ભોગ બનનાર એ પહેરેલા સોના ના ઘરેણાં તેમજ ઘડિયાળ લૂંટી ફરાર થઇ ગયા હતા.
મોદીને ભાવે છે સૌરાષ્ટ્રના આ ગાંઠિયા: અફસોસ વ્યક્ત કર્યો રાજકોટ હવે ક્યાં બોલાવે છે
જોકે ભાનમાં આવતા તરત જ પોલીસને જાણ કરતા પોલીસ એક્ટિવ થઈ હતી. સુરત જિલ્લા એલ.સી.બી, એસ.સી.જી અને કીમ પોલીસના સંયુક્ત રીતે ટીમ બનાવી હતી અને બાતમીદારો થકી બાતમી મળતા તમામ ને પોલીસે તમામ કડોદરા ચાર રસ્તા નજીક થી ઝડપી પડ્યા હતા. અને આરોપીઓ પાસે તમામ 28 લાખ નો મુદ્દામાલ સાથે ઝડપી પડયા હતા.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય; જૂની શરતની જમીનમાં તબદિલી કરવા માટે નિર્ણય લીધો
ધાડ કરનાર મુખ્ય સુત્રધાર સહીત ઝડપાયેલ આરોપીઓના નામ સરનામાની વિગત
1) બિપીન માતાપ્રસાદ મિશ્રા ઉ.વ-૩૮ ધંધો-ડ્રાઈવીંગ રહે- ૪૦૮,જે.બી રેસીડેન્સી (તાંતીથૈયા તા-પલસાણા જી-સુરત) મુળ :યુ.પી
2) કંચન ઉર્ફે લતા તે વિનોદ સુરજ સિંહ રહે. શ્રીનિવાસ ગ્રીન સીટી, કડોદરા તા- પલસાણા જી-સુરત મુળ રહે. યુ.પી
3) શશીબેન તે અરવિંદભાઈ રામપ્યારે ઉ.વ-પર, રહે- ૯૦,હરેકૃષ્ણ સોસાયટી હલધરૂ તા-કામરેજ જી-સુરત મુળ. યુ.પી
4) પ્રિયંકાબેન ઉર્ફે પુજા ગુપ્તા ઉ.વ-૨૬ ધંધો-ઘરકામ રહે- બી/૮૦૬,સુમન ભાર્ગવ સોસાયટી વેસુ સુરત, મુળ રહે-રાજસ્થાન
5) શાહિસ્તાબાનુ ઉર્ફે મુસ્કાન તે અકીલ નીસાર પઠાણ ઉ.વ-૨૧ ધંધો-મજુરી રહે- વ્રજધામ સોસાયટી વરેલી તા-પલસાણા જી-સુરત મુળ રહે-બિહાર
આ ધાડ લૂંટના ગુનામાં સમગ્ર મામલે પોલીસે ચાર મહિલા તેમજ એક યુવકની ધરપકડ અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.