Ahmedabad: ફ્રી હેલ્થ કેમ્પના નામે કૌભાંડ; ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ, ધોળકાના રૂપાલમાં પણ એન્જીયોગ્રાફીના નામે 3 લોકોના જીવ લીધા
હવે લોકો ખુલીને ખ્યાતિના પાપનો પર્દાફાશ કરી રહ્યા છે. ZEE 24 કલાક પર ખ્યાતિ હોસ્પિટલના પાપનો પર્દાફાશ થયો છે. ખ્યાતિ હોસ્પિટલના માલિકોએ અનેક લોકોના ભોગ લીધા છે. ધોળકાના રૂપાલ ગામમાં પણ એન્જીયોગ્રાફીના નામે ત્રણ લોકોના જીવ લીધાનું સામે આવ્યું છે. વિગતો જાણીને તમારા હોશ ઉડી જશે.
સપના શર્મા, અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલની પોલ હવે ધીમેધીમે ખુલી રહી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે. હવે લોકો ખુલીને ખ્યાતિના પાપનો પર્દાફાશ કરી રહ્યા છે. ZEE 24 કલાક પર ખ્યાતિ હોસ્પિટલના પાપનો પર્દાફાશ થયો છે. ખ્યાતિ હોસ્પિટલના માલિકોએ અનેક લોકોના ભોગ લીધા છે. ધોળકાના રૂપાલ ગામમાં પણ એન્જીયોગ્રાફીના નામે ત્રણ લોકોના જીવ લીધાનું સામે આવ્યું છે. વિગતો જાણીને તમારા હોશ ઉડી જશે.
કોઈ સમસ્યા વગર સ્ટેન્ડ મૂકી દીધા, PMJAY કાર્ડમાંથી કપાઈ ગયા રૂપિયા
મળતી માહિતી મુજબ ધોળકાના રૂપાલ ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલનો મોટો કાંડ સામે આવ્યો છે. દોઢ વર્ષ પહેલા ફ્રી હેલ્થ કેમ્પના નામે આ કૌભાંડ કર્યું. ધોળકાના રૂપાલ ગામમાં પણ એન્જીયોગ્રાફીના નામે ત્રણ લોકોના જીવ ગયા. પીડિત લોકો પગના દુ:ખાવાની સમસ્યા માટે ગયેલા જેમને કોઈ જ સમસ્યા ન હોવા છતાં સ્ટેન્ટ મૂકી દીધા. સ્ટેન્ટ મૂક્યા બાદ દર્દીઓને સમસ્યા વધી ગઈ હતી. આવું તે કઈ હોય. હ્રદયની કોઈ સમસ્યા ન હોય છ તાં સ્ટેન્ટ મૂકી દે? PMJAY કાર્ડ માંથી 1 લાખ 28 હજાર રૂપિયા કપાઈ ગયા. રૂપાલના મહોમ્મદ ડોસાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઢીંચણમા દુખાવાની સમસ્યા છતાં સ્ટેન્ટ મુક્યા. ઓપરેશન બાદ છ થી સાત દિવસમાં મોત થયુ. મફત સારવારના નામે નિર્દોષ લોકોના જીવ લીધા.
2 નહીં 8 લોકોને ચીરી નાખ્યા
અત્રે જણાવવાનું કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલે કડીનાં 9 ગામોમાં મેડિકલ કેમ્પ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટ, સાણંદ, સુરેન્દ્રનગર અને અમદાવાદના કુલ 8 લોકોનાં મોત થયા છે. શેતાન ડૉક્ટરો પૈસા માટે ખોટાં ઓપરેશન કરાવતા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયા પછી મહેસાણા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. ખુદ આરોગ્ય અધિકારી કડી તાલુકાના ગામડાઓ ફરી તપાસ કરી રહ્યા હોવાની વાત સામે આવી છે. આરોગ્ય વિભાગની તપાસ બાદ ચોંકાવનારી વિગત સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કડી તાલુકાને ટાર્ગેટ બનાવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કડી તાલુકાના 9 ગામોમાં કેમ્પ કર્યા હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલે બોરીસણા, ખાવડ, ડરણ, વાઘરોડા, કોલાદ, લક્ષ્મીપુરા, ખંડેરાવપુરા, કાણજરી અને વિનાયકપુરામાં મેડિકલ કેમ્પો કર્યા હોવાની માહિતી સામે આવી છે. અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે ટોટલ 8 લોકોના મોત થયા છે. જેમાં બોરીસાણામાં 2, વિનાયકપુરામાં 1, વાઘરોડામાં 1 અને ખાવડમાં 1 મોત થયા હોવાના આંકડા સામે આવ્યા છે. હજુ પણ મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે.