ઉદય રંજન/અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલાં જ અમદાવાદ શહેરમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ધોળે દિવસે રાહદારી પર ફાયરિંગ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે જે ફાયરિંગ પાછળનું કારણ અકબંધ છે. અમદાવાદ શહેરના નરોડા સુમતિ નાથ સોસાયટી પાસે ધોળા દિવસે ફાયરિંગ ઘટના બની છે. જે ઘટનામાં એક યુવકને ઇજા પહોંચી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ કેમ ભાજપે ના કાપી રૂપાલાની ટિકિટ, એક નહીં આટલા છે કારણો


ઘટનાની વાત કરીએ તો સવારે 10 વાગ્યે નવા નરોડા રહેતો હર્ષિલ ત્રાંભડિયા પોતાના મોટાભાઈને ઓફિસ મૂકવા માટે ઘરેથી બાઈક પર નીકળ્યો. ત્યારે નરોડા સુમતિનાથ સોસાયટી નજીક એક બાઈક પર બે અજાણ્યા શખ્સોએ આવીને હર્ષિલ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક રાઉન્ડ મિસ ફાયર થયું હતું અને એક રાઉન્ડ હર્ષિલના હાથ પર વાગતા જ ઇજા પહોંચી હતી. જે બાદ હર્ષિલ હોસ્પિટલ સારવાર હેઠલ ખસેડવામાં આવ્યો. નરોડા પોલીસે બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 


'કર્મની સજા અહીં જ ભોગવવી પડે છે', રાજ શેખાવતની અટકાયત બાદ આ અભિનેત્રીની પોસ્ટ વાયરલ


ફાયરિંગ કરવા પાછળ કારણ અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે. જોકે ઇજાગ્રસ્ત હર્ષિલ ફૂડ ડિલિવરી કામ કરે છે અને પોતે છૂટક કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફાયરિંગ કરનાર બે શખ્સોની પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે. જેમાં આરોપી કોઈ ઓળખ થઈ નથી ત્યારે આરોપી નંબર પ્લેટ વગરની બાઈક લઇને આવ્યા હતા. જેથી ફાયરિંગ કરી આરોપી રિંગરોડ પર ભાગી ગયા હતા.


'રાજપૂતો ભેગા મળી રૂપાલાને હરાવો', આખરે જામ સાહેબે મૌન તોડી ક્ષત્રિયોને કર્યો હુંકાર