Loksabha Election 2024: ગુજરાત ભાજપ ના જ નહિ પણ રાષ્ટ્રીય કદવાર નેતા પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની નારીઓને લઇ કરાયેલઈ ટિપ્પણીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિરોધ માત્ર ક્ષત્રિય સમાજના લોકો જ નહિ પણ આ બાબતને રજવાડા સમયના રાજવી પરિવાર પણ ક્યાંક ખોટું ઠેરવી રહ્યું છે. એટલું જ નહિ સાથે પરષોત્તમ રૂપાલાથી થયેલી ભૂલને હવે રાજકીય મુદ્દો ના બને તેવી તકેદારી રાખવા ખાસ અપીલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકાએક બદલાયું ગુજરાતનું વાતાવરણ! અંબાલાલની ભારે આગાહી, 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદ 


દાંતા સ્ટેટના રાજવી પરિવારના ગાદીપતિ રિધિરાજ સિંહે જણાવ્યું હતું કે, આ દેશ ઉપર વર્ષો સુધી અંગ્રેજોએ શાશન કર્યું છે ને રજવાડાઓએ પણ પોતાની રાજાશાહી ચલાવી છે, ત્યારે એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલની લાગણીને માન આપી તમામ રજવાડાઓ મર્જ કરી લોકશાહીની સ્થપાના કરી છે. 


પરશોત્તમ રૂપાલાને આ ભૂલ ભારે પડી! કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ, જાણો કોણે કરી?


આજે આ ટિપ્પણીને લઇ લોકશાહી લાંછન રૂપ ન બને તેમજ કેટલાક રાજકીય પક્ષો પોતાનો મનસૂબો પર ન પાડે તેવી તકેદારી પણ રાજપૂત સમાજ રાખે તેવી અપીલ કરી છે અને સાથે ટિકિટ આપવી કે નહિ આપવી તે મહુડી મંડળનો નિર્ણય છે અને તે નિર્ણય મહુડી મંડળ જ લઇ શકશે, પણ મારા રાજપૂત ભાઈઓ કોઈ ના રાજકીય હાથો ના બને તેમ જણાવ્યું હતું. 


'આ લોકો મારા પોસ્ટરો લગાડે છે અને AAP વાળા ફાડે છે, આ ફાડવાવાળાના ફાટી જવાના છે કપડા


ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિંહએ માફ કરી
પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીને લઇ પહેલા પણ દાંતા સ્ટેટના રાજવી પરિવારનું નિવેદન સામે આવ્યું હતું. જ્યાં નેતાઓ એ વિકાસની વાતો કરવી જોઈએ ત્યાં આવી કોઈપણ જાતિ પર અભદ્ર થયેલી ટિપ્પણીને લઇ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જયારે પરષોત્તમ રૂપાલાએ માંગેલી બે વખતની માફી ને પણ ક્ષત્રિય સમાજે ધ્યાન ઉપર લેવા અનુરોધ કર્યો હતો. જોગ સંજોગે થયેલી ટિપ્પણી બાબતે સુખદ અંત આવે તેવી વાત દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા વાત કરાઇ રહી છે. રાજવી પરિવારનું કહેવું છે કે, રજવાડાના સમયમાં મોગલોના રાજાઓ દ્વારા 17 વખત થયેલી ભૂલોને ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિંહએ માફ કરી હતી, તો ક્ષત્રિય સમાજે પણ પરષોત્તમ રૂપાલા દ્વારા માંગેલી બે વખતની માફીને ધ્યાને લેવી જોઈએ અને આ બાબતનો સુખદ નિવેડો લાવવો જોઈએ. 


ગામના ઝઘડા ઘરે ના લાવતા! 'ખાલી રૂપાલાનો વિરોધ, પાટીદારોનો નહીં, વાતાવરણ ડહોળાય નહીં


જોકે ક્ષત્રિય સમાજે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની જે માંગ કરી છે તેને અયોગ્ય એટલા માટે ગણાવી રહ્યા છે. નેતા બીજી જગ્યાએ ઉભા રહીને પણ ચૂંટણી લડી લેશે તે માત્ર એનો ઉપાય નથી પણ સાથે બેસીને નિરાકરણ લાવાની વાત કરી છે.