મૌલિક ધામેચા/ અમદાવાદ: વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ નામની યુવતી સામે અગાઉ સુરત અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચુક્યો છે. ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે. બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોસીયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. 


અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં પણ એક મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો. કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી. 


જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube