કાચા પોચા હૃદયવાળા VIDEO જોવાનું ટાળજો! સુદર્શન સેતુની ટોચ પર ચઢ્યા યુવાનો, શ્વાસ અધ્ધર થઈ જશે
Viral Video: સુદર્શન સેતુનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાપર્ણ પછી પુલની ટોચ ઉપર પહોંચી અમુક યુવાનોએ વીડિયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરતા સુરક્ષા સંબંધિત સવાલો ઉભા થયા છે. આ લોકો કેવી રીતે અને કોની મંજૂરીથી ઉપર પહોંચ્યા?
Dwarka Viral Video: ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન સેતુનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાપર્ણ પછી પુલની ટોચ ઉપર પહોંચી અમુક યુવાનોએ વીડિયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરતા સુરક્ષા સંબંધિત સવાલો ઉભા થયા છે. આ લોકો કેવી રીતે અને કોની મંજૂરીથી ઉપર પહોંચ્યા? શું જનતાને પણ પુલની ટોચ ઉપર જવાની છૂટ આપવામાં આવશે?
વીડિયોમાં સ્પષ્ટ નજરે પડતા લોકો ફક્ત મોજમજા ખાતર ઉપર પહોંચ્યા હોય એવું દેખાઇ આવે છે. ત્યારે આ વિડીયોએ શું તંત્રની પોલ ખોલી નાંખી છે? લોકાર્પણ પહેલા પણ બે વખણ બ્રિજનાં ખાનગી ઉપયોગનાં વીડિયો વાયરલ થયા હતા. ત્યારેબાદ વધુ એક વિડીયોએ તંત્રને ફરી એક વખત સવાલો ઊભા થયા છે. જોકે, zee 24 kalak આ વાયરલ વિડિયોની પુષ્ટિ કરતું નથી.
સૌરાષ્ટ્ર માટે નવું નજરાણું બનવા જઈ રહેલા આ બ્રિજની વિશેષતાઓની વાત કરીએ તો....ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ કુલ 2300 મીટર લાંબો છે. જેમાં કેબલ સ્ટેયડ પાર્ટની લંબાઈ 900 મીટર છે, 27 મીટર પહોળો છે. સમુદ્રના પાણીની સપાટીથી 18 મીટર ઊંચો હોવાથી જહાંજો પણ પસાર થઈ શકે છે. 150 મીટર ઊંચા બાહ્ય આકારના કર્વ શેપ પિલર પર મોરનાં પીંછાંની છાપ બનાવવામાં આવી છે. જે દિવસે અને રાત્રે દ્રશ્યમાન થાય છે. બ્રિજ પર ઠેર ઠેર ગીતાનું જ્ઞાન અને ધાર્મિક માહિતીનું કોતરણી કામ કરાયું છે. બ્રિજના પીલર પર પેડેસ્ટ્રિયન કોરિડોર બનાવાયો છે. જેમાં કેન્ટીલીવર વ્યૂ ગેલેરીઓ બનાવાઈ છે. બ્રિજના બન્ને છેડે ખાસ પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છે. જેમાં ઓખા બાજુ 24 હજાર ચોરસ મીટર અને બેટ દ્વારકા બાજુ 16 હજાર ચોરસ મીટર મુખ્ય પાર્કિંગ ઉભુ કરાયું છે.
શું છે બ્રિજની વિશેષતા?
- ઓખા-બેટ દ્વારકા જોડતા બ્રિજ કુલ 2300 મીટર લાંબો
- કેબલ સ્ટેયડ પાર્ટની લંબાઈ 900 મીટર, 27 મીટર પહોળો
- સમુદ્રની સપાટીથી 18 મીટર ઊંચો હોવાથી જહાંજો પણ પસાર થઈ શકે છે
- 150 મીટર ઊંચા બાહ્ય આકારના કર્વ શેપ પિલર પર મોરનાં પીંછાંની છાપ
- દિવસે અને રાત્રે દ્રશ્યમાન થાય છે બ્રિજ પર મોરપિંછની છાપ
- બ્રિજ પર ઠેર ઠેર ગીતાનું જ્ઞાન અને ધાર્મિક માહિતીનું કોતરણી કરાઈ
- બ્રિજના પીલર પર પેડેસ્ટ્રિયન કોરિડોર બનાવાયો
- કેન્ટીલીવર વ્યૂ ગેલેરીઓ બનાવાઈ છે
- બ્રિજના બન્ને છેડે ખાસ પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છે
- ઓખા બાજુ 24 હજાર ચો.મી, બેટ દ્વારકા બાજુ 16 હજાર ચો.મી પાર્કિંગ
અદભૂત, અવિશ્વનિય લાગતો આ બ્રિજ રાત્રીના સમયે જ્યારે લાઈટિંગ કરવામાં આવે ત્યારે તો સોળે કળાએ ખીલી ઉઠે છે. રાતના સમયે બ્રિજનો નજારો નયનરમ્ય હોય છે. દરિયાનો ઘૂંઘવાટા મારતો અવાજ અને તેની ઉપર આ બ્રિજનો લાઈટિંગનો નજારો દ્વારિકાની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે. બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે.