સુરત : શહેર હવે તો જાણે ક્રાઇમ કેપિટલ બની ચુક્યું છે. તેવામાં કામરેજના પાસોદરામાં એક પરિણીતાએ રોમિયોના ટેલિફોનિક ત્રાસથી કેરોસિન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. પરણિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જો કે તેને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડી રહી હતી અને 8 દિવસની સારવાર બાદ આખરે અંતિમ શ્વાસ લીધા હતા. લગ્નના અઢી વર્ષમાં દોઢ વર્ષથી યુવક ફોન પર વાત કરવા માટે સતત દબાણ કરી રહ્યો હતો. જો વાત નહી કરે તો યુવતીને તે સતત ગાળો ભાંડતો હતો. હાલ તો આ યુવાનની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી છે. પરિવારે કહ્યું કે, અમને ન્યાય આપો, સમાજમાં દીકરીઓને બચાવવા માટે કડક પગલા ઉઠાવવા જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથમાં દારૂનો વરસાદ; લગ્ન પ્રસંગમાં જાહેરમાં યુવકો છાકટા બન્યા, એકબીજા પર દારૂના ફુવારા કર્યા


હાર્દિક નાકરાણીએ (મૃતકનો ભાઇ) જણાવ્યું કે, ઘટના લગભગ 12 ફેબ્રુઆરીની છે. બહેનનો પરિવાર કામથી બહાર ગયો હતો. ત્યારે પાડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરમાં આગ લાગી ગઇ હતી. અમે દોડીને આવતા જોયું કે, મારી બહેન કેરોસીન છાંટીને સળગી ગઇ હતી. તત્કાલ સારવાર માટે અમે તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં મારી બહેનનું 20 ફેબ્રુઆરીના રોજ બપોરે મોત નિપજ્યું હતું. બહેનના લગ્નને હજી અઢી વર્ષ જ થયા હતા.


માતૃભાષા દિવસે જ સાડા છ કરોડ ગુજરાતીઓનું અખિલેશ યાદવે કર્યું અપમાન, કહ્યું, ગુજરાતના લોકો દેશના પૈસા લઈને ભાગ્યા..'


આ અંગે પીડિતાના પતિએ જણાવ્યું કે, જયદીપ સરવૈયા નામનો યુવાન ફોન પર મારી પત્નીને વારંવાર હેરાન કરતો હતો. પત્નીના ફોનમાંથી જયદીપની હેરાનગતિની તમામ ઓડિયો ક્લિપ સાંભળી છે. બસ તુ મારી સાથે વાત કર, મને ફોન કર નહી કરે તો તેમ કહીને ગંદી ગાળો ભાંડતો હતો. સારવાર દરમિયાન યુવતીએ પણ આ અંગે પોતાના નિવેદનમાં સમગ્ર હકીકત જણાવી હતી. હાલ તો તેનો પરિવાર ન્યાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube