વીરપુર બાદ ગોંડલથી બોર્ડની ઉત્તરવહી રેઢી મળી, આને ભૂલ કહેવાય કે બેદરકારી
બોર્ડના અધિકારીઓના છબરડાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. બોર્ડની મહાબેદરકારી સામે આવી છે. વીરપુરની જેમ ગોંડલ પાસે ધોરણ 10 અને 12ની ઉત્તરવહી રેઢી મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલ શીતલા માતાજીના મંદિર પાસેથી મોટી માત્રામાં ઉત્તરવહી મળી આવી છે. ગોંડલમાંથી પણ ત્રણ થેલા ભરીને ઉત્તરવહી મળી આવી છે. હાઇબોન્ડ સિમેન્ટના ડ્રાઇવરનું ધ્યાન રસ્તે રઝળતી આ ઉત્તરવહી પર ગયું હતું, અને વિદ્યાર્થીઓનુ ભાવિ ના બગડે તેથી તાત્કાલિક જાણ કરી હતી. આમ, બે બે સ્થળેથી ઉત્તરવહી મળે તો તેને ભૂલ કહેવાય કે બેદરકારી.
જયેશ ભોજાણી /ગોંડલ :બોર્ડના અધિકારીઓના છબરડાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. બોર્ડની મહાબેદરકારી સામે આવી છે. વીરપુરની જેમ ગોંડલ પાસે ધોરણ 10 અને 12ની ઉત્તરવહી રેઢી મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલ શીતલા માતાજીના મંદિર પાસેથી મોટી માત્રામાં ઉત્તરવહી મળી આવી છે. ગોંડલમાંથી પણ ત્રણ થેલા ભરીને ઉત્તરવહી મળી આવી છે. હાઇબોન્ડ સિમેન્ટના ડ્રાઇવરનું ધ્યાન રસ્તે રઝળતી આ ઉત્તરવહી પર ગયું હતું, અને વિદ્યાર્થીઓનુ ભાવિ ના બગડે તેથી તાત્કાલિક જાણ કરી હતી. આમ, બે બે સ્થળેથી ઉત્તરવહી મળે તો તેને ભૂલ કહેવાય કે બેદરકારી.
આવતીકાલનું ભવિષ્ય રસ્તા પર... ઉત્તરવહીના સૌથી પહેલા ઝી 24 કલાકના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું
ગુજરાતમાં એક જ દિવસે, વીરપુર અને ગોંડલમાંથી ધોરણ 10ની ઉત્તવહીઓના પોટલા રસ્તા પર રઝળતા મળ્યાં છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ હેમખેમ પૂરી થઈ હતી, પરીક્ષામાં ચોરી કે અન્ય કોઈ ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી લેવાઈ હતી. આ વર્ષે બોર્ડ દ્વારા ખાસ એપ્લિકેશન પણ લોન્ચ કરાઈ હતી. ત્યારે પરીક્ષા બાદ બોર્ડ કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. આજે સૌરાષ્ટ્રમાં બે અલગ અલગ સ્થળો પરથી 3 પોટલા અને 13 ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળી છે. આ ઉત્તરવહીઓ ધોરણ 10ના વિજ્ઞાનપ્રવાહની છે.
માર્કેટ ખૂલતા જ સોના-ચાંદીના તેજી, જાણો શું છે આજનો નવો ભાવ
પહેલા વીરપુર અને બાદમાં ગોંડલમાંથી ઉત્તરવહી મળી છે. આમ 15 કિલોમીટરના દાયરામાં 2 સ્થળોથી ઉત્તરવહી મળે એ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા ગણાય. જેતપુરના ગોંડલ હાઈવે પરથી વધુ ઉત્તરવહીઓ મળી આવી છે. હજારોની સંખ્યામાં ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળી આવી હતી. રસ્તે રઝળતી ઉત્તરવહીઓ પરીક્ષાકેન્દ્ર નં. 5506થી 9ની છે. જે મહેસાણા જિલ્લાના પરિક્ષાર્થીઓની ઉત્તરવહીઓ હોવાનું તારણ છે. કેમ અને કેવી રીતે આ ઉત્તરવહીઓ રસ્તા પર આવી તે એક મોટો પ્રશ્ન છે.
આમ, બોર્ડની ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ બગડે છે. આ ઘટના બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું છે અને તપાસના આદેશ છૂટ્યા છે, પરંતુ એ વિદ્યાર્થીઓનું શું જેઓએ મહામહેનતે લખેલા જવાબો રસ્તા પર ફરી રહ્યાં છે. તેમાં પણ વીરપુરમાં મળેલી ઉત્તરવહી તો ફાટી ગયેલી હાલતમાં હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...