ઉદય રંજન/અમદાવાદ : એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે દાણીલીમડાના ઇન્ડ્રસ્ટ્રીયલ હબમાંથી 37 બાળકોને બાળક મજૂરીમાંથી મુકતા કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. અમદાવાદની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડને એક બાતમી મળી હતી કે, અમદાવાદના દાણીલીમડાના  ઇન્ડ્રસ્ટ્રીયલ હબની અમુક ફેકટરીઓમાં બાળકોને બાળમજૂરી કરવામાં આવી રહી છે. જેને પગલે એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે ગઈ સાંજે સર્ચ ઓપરેશન હાથ ધાર્યું હતું. જેમાં અલગ અલગ એકમોમાંથી કુલ 37 બાળકો બાળમજૂરી કરતા મળી આવ્યા હતા. જે તમામ બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે સહી સલામત છુટકારો કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં રાખવા માં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ પોલીસની દાદાગીરી, માસ્ક ન પહેરનાર યુવકને જાહેરમાં માર માર્યો


એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે દાણીલીમડાના સિકન્દર માર્કેટના આસપાસના 5 થી 7 એકમમાં રેડ કરી હતી. જેમાં જીન્સ બનાવાની ફેકટરી ડાઇંગની ફેક્ટરી સહીતના એકમમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટએ દરોડા કરતા બિહાર ઉત્તરપ્રદેશ સહીત વેસ્ટ બંગાળના 37 બાળકોનો કબ્જો મળ્યો હતો. જેમાં આ તમામ બાળકોને 12 કલાક કામ કરવામાં આવતું હતુંને માત્ર 6 હજારનો જ પગાર આપવામાં આવતો હતો. ત્યારે પોલીસે હાલ એ તપાસ શરુ કરી છે કે આ તમામ બાળકો કોના માધ્યમ થી ગુજરાત આવ્યા હતા અને આ તમામ એકમ ના માલિક કોણ કોણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube