રક્ષિત પંડ્યા/ રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયાઓને ડામવા માટે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રકજકોટ જિલ્લામાં અરજીઓ થવા પામી છે. જેના માટે રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા કાયદા અંગે મળેલ 9 અરજી ધ્યાનમાં રાખી બેઠક બાદ સંબંધિત અધિકારીઓને તપાસ સુપ્રત કરવામાં આવી છે જે તપાસ બાદ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દીકરીને બદલે તેનો મૃતદેહ ચૌહાણ પરિવારમાં પહોંચ્યો, રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થિનીની આત્મહત્યા


ઉલ્લેખનિય છે કે લેન્ડ ગ્રેબિંગ અંગે કોઇ ફરિયાદ કરવા ઈચ્છે તો તે કલેકટર કચેરી ખાતેથી ફરિયાદ માટે ફોર્મ મેળવી શકે છે અને બાદમાં પુરાવા સાથે ફોર્મ રજૂ કરી શકાશે. આ સાથે જ રાજકોટમાં થતી અરજીના નિકાલ માટે દર મહિનામાં બે વાર બેઠક બોલાવવામાં આવશે અને અરજી અંગે જલ્દીથી નિકાલ કરી અરજદારને યોગ્ય ન્યાય આપવામાં આવશે.


આ પણ વાંચો:- ગુજરાતની વર્લ્ડ ફેમસ કંપનીએ પોતાના 4000 કર્મચારીઓને વેક્સીન આપવાની તૈયારી બતાવી


શુ છે લેન્ડ ગ્રેબિંગ કાયદો?
આ કાયદામાં સ્પેશિયલ કોર્ટની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં કાયદા અંતર્ગત 6 માસમાં ચૂકદાની જોગવાઈ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિ કરી જમીન પચાવવા, ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાથવા કાયદો બનાવવાને મંજૂરી આપવામાં આવી છે.


આ પણ વાંચો:- સોમનાથ મંદિરની આસપાસ છુપાયેલો છે ખજાનો, ખોદકામ કરાય તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે છે


શું શું કરાશે જોગવાઈ?
જમીનના કેસની ઝડપી સુનાવણી માટે વિશેષ કોર્ટની રચના કરાશે
અદાલતમાં કેસ દાખલ થયાના છ મહિનામાં કેસનો નિકાલ કરાશે 
જમીન હડપ કરનારને 10-14 વર્ષ જેલની સજાની જોગવાઇ
જમીનની જંત્રીની કિંમત જેટલો શિક્ષાત્મક દંડની જોગવાઇ
લેન્ડ ગ્રેબર ઉપર બર્ડન ઓફ પ્રૂફની જવાબદારી રહેશે
DySP કક્ષાના અધિકારી દ્વારા જમીન કેસની તપાસ કરાશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube