રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ કરનારા ચેતી જજો! NIAની બ્રાન્ચ હવે ગુજરાતમાં આ જગ્યાએ શરૂ થઈ
NIA (National Investigation Agency) ની બ્રાન્ચની શરૂઆત અમદાવાદમાં કરી દેવામાં આવી છે. આ બ્રાન્ચ ગુજરાત આખામાં કાર્યરત રહેશે. ગુજરાતનું મુખ્ય મથક અમદાવાદના એસજી હાઇ-વે ખાતે આવેલ પરિસરમાં રાખવામાં આવ્યું છે.
ઉદય રંજન/અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી ગુજરાત ડ્રગ્સ માફિયાના સોફ્ટ ટાર્ગેટ પર છે. આ સહીત ભૂતકાળમાં પણ આતંકીઓના નિશાને ગુજરાત રહી ચૂક્યું છે. ત્યારે NIA (National Investigation Agency) ની બ્રાન્ચની શરૂઆત અમદાવાદમાં કરી દેવામાં આવી છે. આ બ્રાન્ચ ગુજરાત આખામાં કાર્યરત રહેશે. ગુજરાતનું મુખ્ય મથક અમદાવાદના એસજી હાઇ-વે ખાતે આવેલ પરિસરમાં રાખવામાં આવ્યું છે.
અમદાવાદ ખાતેની NIAની બ્રાન્ચમાં 2 એસપી કક્ષાના અધિકારી, 4 એસીપી કક્ષાના અધિકારી, 8 પીઆઇ કક્ષાના અધિકારી અને 8 જેટલા પીએસઆઇ કક્ષાના અધિકારી સહિત પોલીસ કર્મીઓ રહેશે.
હાલમાં આ NIAની બ્રાન્ચમાં એ એસપી કક્ષાનાની નિમણૂંક કેન્દ્ર સરકારમાંથી નિમણુંક કરી દેવામાં આવી છે અને ગુજરાત પોલીસમાંથી એસીપી, પીઆઇ, PSI સહિતના પોલીસ કર્મીની નિમણુંક કરવાની કાર્યવાહી ચાલી રહી છે.