મૌલિક ધામેચા/અમદાવાદ : સમગ્ર વિશ્વમાં જયારે  કોરોના વાયરસ નો કેર વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત જેલ વિભાગે પણ કેદીઓના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી સાફ સફાઈ, નવા કેદીની એન્ટ્રીથી એક્ઝિટ સુધી સ્ક્રીનીંગ શરુ કરી દેવાયું છે. સાથે જ જેલ ઉધોગ દ્વારા પહેલ કરી રાજ્યની તમામ જેલોમાં માસ્ક બનાવી મોકલવાનું શરુ કર્યું છે. એટલુજ નહી બજારમાં માસ્કનાં વેચાણ ભાવમાં વધારો હોવાથી સામાન્ય દરે માસ્ક વેચાણ કેન્દ્રો પણ શરુ કરાયા છે. મહત્વનું છે કે બન્દીવાન ભાઈઓ જ જેલમાં દરરોજ ૧ હજાર માસ્ક બનાવી રહ્યા છે અને બજારમાં પણ ઉપલબ્ધ કરાવવા મદદરૂપ થઇ રહ્યા છે. એટલુ જ નહી હાલમાં ભારતની તમામ જેલોમાંથી અમદાવાદ મધ્યસ્થ જેલ અને કેરળમાં જ માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનતા કર્ફ્યૂ માટે ગુજરાત સરાકરે બહાર પાડી ગાઈડલાઈન, ખાસ વાંચી લેજો
સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસનો કેર વધતો જઈ રહ્યો છે. ત્યારે જેલ વિભાગ પણ હવે કેદીઓનાં સ્વાસ્થ્ય અંગે  ખાસ દરકાર લેતું  થયું છે. જ્યાં જેલ વિભાગ દ્વારા સમગ્ર જેલમાં સમયાંતરે સાફ-સફાઈ કરવામાં આવી રહી છે, ફોગિંગ કરવામાં આવી રહી છે. ઉપરાંત દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. તેમજ હાલમાં જે કાચા કામનાં કેદીઓ અને પાકા કામનાં કેદીઓનું પણ  મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ તમામ કેદીઓનું સ્ક્રિનિંગ અને નવા આવતા તમામ લોકોને  ટેમ્પરેચર ગન વડે બોડી ટેમ્પરેચર પણ માપવામાં આવી રહ્યું છે. 


કોરોનાની ખરાબ સ્થિતિમાં પહોંચી વળવા ગુજરાત સરકારની તૈયારી છે : વિજય રૂપાણી
જેલમાં જે નવા કેદી આવી ગયા છે તે તમામનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત શકમંદને એક દિવસ મેડિકલ ટીમ દ્વારા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં 25 જેલો આવેલી છે જેમાં 15 હજારથી પણ વધારે કેદીઓ છે તે તમામ કેદીના સ્વાસ્થ્યનું હાલના સંજોગોમાં વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉપરાંત જેલમાં કેદીઓને મળવા આવતા મુલાકાતીઓની મુલાકાત પણ રદ્દ  કરી દેવામાં આવી છે. ત્યારે કાચા કામનાં કેદીઓને મળતી ટિફિન સેવા પણ બંધ કરવામાં આવી છે. માત્ર અનિવાર્ય સંજોગોમાં જ આ સેવા ચાલુ રાખવામાં આવશે. કોરોના વાયરસ પબ્લિકનાં વધુ પડતા સંપર્કથી ફેલાતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને પગલે કેદીઓ કોર્ટમાં રજૂ કરવાને બદલે વિડીયો કોન્ફરન્સ મારફતે રજુ કરવામાં આવી રહ્યા છે. ખાસ તકેદારીનાં ભાગરૂપે જેલમાં જ કેદીઓ માટે ખાસ 8 બેડનો  આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube