સુરત: શહેરના લાલગેટ વિસ્તારમાં પરિવાર પર માથાભારે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. ત્રણથી ચાર જેટલા શખ્સો હાથમાં તલવાર સને બંદૂક લઈ ઘસી આવ્યા હતા. જ્યાં બે થી ત્રણ જેટલી ફોર વ્હીલ કારમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાં બનાવની જાણ થતાં લાલગેટ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઘટના માં એક યુવકને ગંભીર ઇજા પોહચી હોવાનું પણ જાણવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર: બોરતળાવના દબાણો દુર કરવાની માંગ સાથે વિપક્ષના ધરણા


લાલાગેટ વિસ્તારમાં આવેલ સિંધીવાડ ખાતે આ ઘટના બની. જ્યાં નફિસાબેન સોપારીવાળા હાજીવાળા કલેક્શન નામથી દુકાન ધરાવે છે. આ અંગે નફિસાબેને જણાવ્યું હતું કે,તેઓ પગે સારી રીતે ચાલી શકતા નથી. જેથી તેઓ આ રોજ સાંજના સમય દરમ્યાન ઘોડી લઈ દુકાને આવ્યા હતા. જ્યાં ત્રણથી ચાર જેટલા શખ્સો હાથમાં તલવાર અને બંદૂક લઈ ઘસી આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. હુમલામાં ઘરના એક સભ્યને ગંભીર ઇજા પોહચાડી હતી.


લોકોની આળસના કારણે ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો, બીજી વખત મુદ્દતમાં વધારો


જેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પાર્ક કરેલ બે થી ત્રણ જેટલી ફોર વ્હીલ કારમાં તલવાર વડે તોડફોડ કરી હતી. એટલું જ નહીં પરંતુ નફિસાબેન અને તેમના બાળકો ને પણ માર માર્યો હતો. લાલગેટ ના સિંધીવાડ વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ શરૂ કરી હતી. હુમલા પાછળ કારણ ઝઘડાની અંગત અદાવત અથવા તો રૂપિયાની લેતીદેતી હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube