60 હજારના એન્ટીબોડી કોકટેલ ઈન્જેક્શનની કમાલ, એક ડોઝથી જ દર્દીને અપાઈ રજા
અમદાવાદમાં પહેલીવાર કોરોના દર્દીને એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. અમદાવાદની સીમ્સ હોસ્પિટલના તબીબો દ્વારા કોરોના દર્દીને એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન મારફતે સારવાર અપાઈ છે. સીમ્સ હોસ્પિટલ દ્વારા 38 વર્ષીય પુરુષ દર્દીને એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન (antibody cocktail injection) આપવામાં આવ્યું છે. ડાયાબિટીસના દર્દીને ઈન્જેકશન આપ્યાના 24 કલાકમાં જ રજા અપાઈ.
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં પહેલીવાર કોરોના દર્દીને એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. અમદાવાદની સીમ્સ હોસ્પિટલના તબીબો દ્વારા કોરોના દર્દીને એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન મારફતે સારવાર અપાઈ છે. સીમ્સ હોસ્પિટલ દ્વારા 38 વર્ષીય પુરુષ દર્દીને એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન (antibody cocktail injection) આપવામાં આવ્યું છે. ડાયાબિટીસના દર્દીને ઈન્જેકશન આપ્યાના 24 કલાકમાં જ રજા અપાઈ.
આ પણ વાંચો : અંતે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલીનો આદેશ આવ્યો, સ્વર્ણિમ સંકુલના વર્તુળોમાં કાનાફૂસી શરૂ
60,000 રૂપિયાની કિમતનો એકમાત્ર ડોઝ આપ્યા બાદ દર્દીને રજા અપાઈ છે. કોરોનાના દર્દીઓમાં સારો રિસ્પોન્સ આપતા આ ઈન્જેક્શનને મોનોક્લોનલ એન્ટીબોડી કહેવાય છે. કોરોના દર્દીને આપવામાં આવેલા એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન વિશે વાત કરતા સીમ્સ હોસ્પીટલના ઇન્ફેક્સીયસ ડીસીઝ વિભાગના હેડ ડોક્ટર સુરભી મદને જણાવ્યું કે, કોરોનાના સ્ટેબલ દર્દીને એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન આપવાથી હકારાત્મક પરિણામ મળી શકે છે. તબીબો મુજબ કોરોના દર્દીને ઓક્સિજનની જરૂર પેદા થાય એ પહેલા જ આ ઈન્જેક્શન આપવું હિતાવહ છે. એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન વાયરસની સેલ્સમાં એન્ટ્રીને રોકે છે. કોરોના દર્દીને શરૂઆતના 3 થી 5 દિવસમાં ઈન્જેક્શન આપવાથી સારા પરિણામ મળ્યા છે.
આ ઈન્જેકશનના ટ્રાયલ ડાયાબિટીસ, હ્રદયની સમસ્યા, ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ઓછી રોગ પ્રતિરોધક ક્ષમતા હોય તેવા દર્દીઓમાં કરવામાં આવ્યા છે. 94 કરતા ઉપર ઓક્સિજન લેવલ હોય તેવા દર્દીને આ ઈન્જેક્શન આપવામાં આવતા હકારાત્મક રિઝલ્ટ જોવા મળે છે.
આ પણ વાંચો : રાજકોટના 189 ગામમાં કોરોનાનું નામોનિશાન નહિ, બીજી લહેરના વિદાયના સંકેત
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ રીતે રિકવર થયા હતા
હરિયાણાના ગુડગાંવમાં હાલમાં જ 84 વર્ષના વૃદ્ધ મોહબ્બત સિંહની સારવાર મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી કરવામાં આવી છે. આ દર્દીને કોરોના સહિત અનેક બીમારીઓ હતી. મોહબ્બત સિંહ એન્ટિબોડી કોકટેલ દવાથી સાજા થનારા દેશની પ્રથમ વ્યક્તિ બની ગયા છે. આ અગાઉ ગત વર્ષે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના પોઝિટવ આવ્યા પછી આ પ્રકારે સાજા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : PETA ની અવળચંડાઈ પર Amul નો જવાબ, બનાસ ડેરીના ચેરમેને પણ કર્યો વિરોધ
ગુજરાતને મળ્યા ઈન્જેક્શનના 84 વાઈલ
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વિત્ઝર્લેન્ડની રોશ કંપનીના આ ઇન્જેકશનનો જત્થો કંપનીમાંથી સીધો ગુજરાતમાં આવ્યો છે. ગુજરાત (gujarat) ને 84 વાઇલ મળ્યા છે. ત્યારે વડોદરા ઉપરાંત સુરત, રાજકોટ, જામનગર, અમદાવાદમાં પણ આ ઇન્જેકશન ફાળવવામાં આવ્યા છે. આ ઈન્જેક્શનની ખાસિયત એ છે કે, તે કોરોનામાં મોડરેટ દર્દીઓની સારવાર માટે વપરાય છે. તેમજ તેનાથી મોતની શક્યતા 70 ટકા સુધી ઘટાડી શકાય છે.
આ પણ વાંચો : હાઈકોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢીને કહ્યું, તમારી પાસે ટેક્સ વસૂલાતના ડેટા છે પણ ફાયર સેફ્ટીના નહિ
આ ઈન્જેક્શનની ખાસિયત
જો કોરોના સંક્રમિત વ્યક્તિને 7 દિવસની અંદર આ દવાનો ડોઝ આપવામાં આવે તો એમાં 70-80% લોકો કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે તેઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે. તેમણે હોસ્પિટલે જવાની જરૂર રહેતી નથી. તેમણે કહ્યું હતું કે મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી ઈલાજ કરવાનું ચલણ સૌથી વધુ અમેરિકા અને યુરોપમાં છે.