રઘુવીર મકવાણા/બોટાદ :બોટાદના જાળીલાના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીના પરિવારની માંગણીઓ સરકારે સ્વીકારાતા આખરે મનજીભાઈની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનજીભાઈની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા હતા. પણ, આ અંતિમયાત્રામાં લોકોએ જય ભીમના નારા લગાવીને આરોપીઓને ફાંસી આપોના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


દલિત આગેવાન મનજીભાઈ સોલંકીની અંતિમ વિધિ શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી. ત્રણ જિલ્લાની પોલીસ અંતિમ યાત્રામાં બંદોબસ્તમાં જોડાઈ હતી. મનજીભાઈની તમામ અંતિમ વિધિઓ પૂર્ણ થાય ત્યાં સુધી હજુ પોલીસ બંદોબસ્ત ચાલુ રહેશે. તેમના પુત્ર દ્વારા સરકારમાં જે માંગો મુકવામાં આવી હતી તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી સાથે જ મૃતદેહને પણ સ્વીકારવામાં આવ્યો હતો. જેના બાદ આજે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં શ્રદ્ધાંજલિના બેનર સાથે જય ભીમના નારા લાગ્યા હતા. 



ઉપસરપંચ હત્યામાં 8ની ધરપકડ થઈ 
ઉપરસરપંચ હત્યા કેસમાં પરિવારે સરકાર પર ભીંસ વધારતા પોલીસ પણ દોડતી થઈ હતી. જેના બાદ ગઈકાલે સાંજ સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અશોક ખાચર, પ્રતાપ ખાચર, ઋતુરાજ ખાચર, રવિરાજ ખાચર, હરદીપ ખાચર, કિશોર ખાચર, ભગીરથ ખાચર અને વનરાજ ખાચરની ધરપકડ કરી હતી. આ તમામની બરવાળા-સારંગપુર ત્રણ રસ્તા પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ખાનગી પેસેન્જર વાહનમાંથી પકડાયા હતા. પોલીસે તમામ આરોપીની ભૂમિકા, 2010થી ચાલતા આવતા વિવાદ અને હત્યાના કાવતરા સંદર્ભે પૂછપરછ શરૂ કરી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :