ચેતન પટેલ/સુરત :શુ તમે જાણો છો કે સુરતને બંદરે મુબારકનું નામ કોણે આપ્યું? શાહજહાંએ સુરતની ટંકશાળામાં સિક્કા શા માટે બનાવડાવ્યા હતા? આ તમામ પ્રશ્નોનો જવાબ તમને 80 વર્ષીય સુરતી કાકાના પ્રાચીન એવા કોઈન કલેક્શન (cion collection) માંથી મળી જશે. સુરતના આ કાકાનું કોઈન કલેક્શન જોઈ તમે પણ ચોંકી જશો. કારણ કે આ કાકા પાસે 25 મુગલોના 100 ચાંદીના સિક્કાઓ છે અને આ સિક્કા કલેક્શન કરવાં પાછળ તેમનું સુરત પ્રેમ તારણ છે.


હનિમૂન માટે મલેશિયા ગયું હતું કપલ, નવીનવેલી દુલ્હન શંકાસ્પદ કોરોના વાયરસ સાથે રાજકોટ આવી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજમહેલ બનાવનાર શાહજહાંએ ગુજરાતના સૂબા પદે સુરતની ટંકશાળામાં સિક્કા બનાવડાવ્યા હતા. આ સિક્કા એન્ટીક બાબતોના શોખીન એવા ધનપાલ વકીલે સાચવી રાખ્યા છે. તેઓને સુરત સહિત ગુજરાતની અલગ અલગ જગ્યાઓથી આ સિક્કામ ળ્યા હતા. હાલ ધનપાલ વકીલની ઉંમર 80 વર્ષ છે. તેમની પાસે માત્ર શાહજહાં જ નહિ, પરંતુ ઔરંગઝેબ, અકબર, મોહંમદ શાહ, ફારૂખ સેરિયા, શાહ આલમ-1 અને શાહ આલમ -2 સમયના ચલણી સિક્કાઓનું રેર કલેક્શન છે. ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિને જાળવવા માટે અનેક લોકો યથાશક્તિ પ્રમાણે પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે સુરતના ધનપાલ વકીલ દ્વારા 25 થી વધુ મુઘલ સલતનતના બાદશાહો દ્વારા બનાવાયેલા 100થી વધુ સિક્કાને સાચવવામાં આવ્યા છે. 


રાજકોટ મહાનગરપાલિકાના યસ બેંકમાં અટકેલા કરોડો રૂપિયા અંગે શું કહ્યું નીતિન પટેલે....?


મહત્વની વાત એ છે કે, આ સિક્કાઓ શાહજહાંના સમયમાં બનાવવામાં આવ્યા હતા. સિક્કા એક તોલો ચાંદીના બનેલા છે અને એ પણ સુરતની જ ટંકશાળામાં બનાવામાં આવ્યા હતા. સુરતની ટંકશાળામાં બનેલા ચાર સિક્કાઓ પર અરબી ભાષામાં સુરત નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફર શાહ (ત્રીજા)ને અકબરે પરાજિત કર્યા બાદ દિલ્હીના મુઘલોનું ચલણ ગુજરાતમાં શરૂ થયું. મુઘલકાલીન સિક્કાઓની શરૂઆત ગુજરાતમાં અકબરે કરી હતી. મુઘલ સિક્કાઓ તાંબાના દામ, દમડી તરીકે, જ્યારે કે ચાંદીના રૂપિયા, અડધો રૂપિયા તરીકે ઓળખાતા. જે ગુજરાતમાં અમદાવાદ, સુરત, ખંભાત, દેલવાડા વગેરે ટંકશાળમાંથી બહાર પાડવામાં આવ્યા હતા. શાહજહાં સિવાય ફારૂક સૈયરના સમયના ચાર સિક્કાઓ પણ તેમના દ્વારા સંગ્રહિત કરવામાં આવ્યા છે અને તે પણ શુદ્ધ ચાંદીના 11 ગ્રામના સિક્કાઓ છે. 


હોળીના તહેવાર માટે 108 ઈમરજન્સી દ્વારા બનાવાયો માસ્ટરબ્લાસ્ટર એક્શન પ્લાન


આ સિવાય નવાં સંશોધનો મુજબ સુરતના નવાબ સાહેબનો સિક્કો શાહજહાં-૩ના શાસનમાં બહાર પાડવામાં આવ્યો હતો. આ ચાંદીનો રૂપિયો પણ સુરતની જ ટંકશાળામાંથી બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં સુરતનું નામ સ્પષ્ટ વંચાય છે. એ પણ તેમણે સંગ્રહિત કર્યો છે. ધનપાલ વકીલે જણાવ્યું કે  સુરતમાં છપાયેલો હોય તેવા સિક્કાઓ કલેક્શન કરવાની તેને ગમે છે. સુરત લખેલું હોય એવા સિક્કાઓ તેઓ ખરીદી લે છે, જે સુરત પ્રત્યે તેમનું પ્રેમ જણાવે છે. એટલું જ નહિ, ધનપાલ કાકા પાસે ઔરંગઝેબ દ્વારા સુરતમાં બનાવવામાં આવેલા ચાંદીના સિક્કા પણ છે. 


અરબી ભાષામાં સુરતને ‘બંદરે મુબારક’ની ઉપાધિ આપવામાં આવી હતી. આ અંગે ધનપાલ વકીલે જણાવે છે કે, પોતાના 5૦ વર્ષના શાસન દરમિયાન બે વર્ષ ઓરંગઝેબ સુરતમાં રહ્યા હતા. ઔરંગઝેબની બહેન હજ કરવા અહીં સુરત આવી હતી. તે દરમિયાન તબિયત લથડતા તેનું મોત નિપજયું હતું. તે સમયે ઓરંગઝેબ સુરત આવ્યો હતો અને તેને સુરત એટલી હદે ગમી ગયું હતું કે તેને એક સિક્કા પર સુરતને ‘બંદરે મુબારક’ લખાવ્યું હતું.ધનપાલ વકીલના કહેવુ છે કે પોતાને એન્ટિક વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ છે અને આ દરેક સિક્કા ૩૦૦ થી ૫૦૦ વર્ષ જુના છે. શાહજહાંના નામની સાથે જ આ સિક્કાઓ પર સુરતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે મને સુરત સહિત ગુજરાતના અલગ અલગ સ્થળેથી મળ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...