દ્વારકા :  દ્વારકા ખાતે આજે વિશાળ  ધર્મસભા'નુ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે દ્વારકામા વિશાળ ધર્મસભાનું આયોજન થઈ રહ્યુ છે. જેમા દુરદુરથી વિવિધ રાજ્યોમાથી પ્રખ્યાત સાધુ સંતો પધારી રહ્યા છે. ઓરિસ્સા પુરી ધામના પિઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્યે શ્રી નિશ્ચલાનંદ સરસ્વતી ખુદ પધારી રહ્યા છે. જે વિશાળ ધર્મ સભા યોજશે. જેમાં શંકરાચાર્યજી ઉપરાંત અનેક હિન્દુ ઘર્મની ખ્યાતનામ હસ્તીઓ હાજર રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિચારો ખેડૂત બધે જ બિચારો! JETPUR માં માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માટે નહી વેપારીઓ માટે બનાવાયું?


પૂરીના શ્રી જગતગુરૂ  શંકરાચાર્યે શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજ આજે દ્વારકા પધાર્યા છે. ત્યારે તેમણે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, ગાયને રાષ્ટ્ર માતા દરજ્જો આપવો. ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું, તેમજ ભારતના મંદિરો અને મઠોમાંથી સરકારી દખલગિરિ હટાવવી સહિતના વિવિધ મુદ્દે આજે દ્વારકાના સુંદર પેલેસ ખાતે ધર્મ સભાનું આયોજન કરાયું છે. જેમાં પૂરીનાં શંકરાચાર્યે શ્રી નિશ્ચલાનંદ સરસ્વતી પોતે પધારી, આ ધર્મ સભા સંબોધશે. જેમાં સાધુ સંતો બ્રાહ્મણો અને દ્વારકાના નગરજનો અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ તકે શારદામઠના સાધુ સંતો અને સ્વામી શ્રી નારાયણનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહેશે.


વાઈબ્રન્ટમાં વ્યસ્ત ગુજરાત સરકાર આ ગામમાં શાળા બનાવવાનુ જ ભૂલી ગઈ, ઋષિમુનીઓની જેમ ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા બાળકો


અત્રે ઉલ્લેખનીય છે કે, ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને હિન્દુ મંદિરોમાંથી સરકારની દખલ હટાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા ભારતનાં ચાર ધર્મ મઠ પૈકીનો એક મઠ છે. જેથી હિન્દુ મંદિરોમાં દખલ હટાવવા માટે આ ચાર મઠ પણ કામગીરી અને માંગણી કરી રહ્યા છે. હવે જ્યારે ચૂંટણી નજીકમાં છે ત્યારે સરકાર આ અંગે વિચારે તે પ્રકારનું આયોજન વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube