અલ્પેશ અને ધવલસિંહની મુશ્કેલીઓ વધારો, ક્રોસ વોટીંગ મુદ્દે કોંગ્રેસની હાઇકોર્ટમાં અરજી
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરવાના મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષે હાઇકોર્ટમાં અરજી કરી છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પક્ષના વ્હીપનો અનાદર કર્યો હતો
ગૌરવ પટેલ, અમદાવાદ: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરવાના મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષે હાઇકોર્ટમાં અરજી કરી છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પક્ષના વ્હીપનો અનાદર કર્યો હતો. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ડીસ્કવોલીફાય કરવા અરજી કરી છે.
આ પણ વાંચો:- ડાંગ: પૂર્ણા નદીના પાણી શાળામાં ભરાઇ જતા 300 વિદ્યાર્થિઓનું રેસક્યૂ કરાયું
અગાઉ 5 જુલાઈના રોજ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. કોંગ્રેસનો છેડો છોડ્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુવાધાણીના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. ત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યસભામાં ક્રોસ વોટિંગ મુદ્દે અરજી કરવામાં આવી છે.
આ પણ વાંચો:- મધરાત્રે તળાવ ફાટતા ત્રણ ગામો બેટમાં ફેરવાયા, 1 વ્યક્તિ ડૂબ્યો
કોંગ્રેસ પક્ષે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ડીસ્કવોલીફાય કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પક્ષના વ્હીપનો અનાદર કર્યો હતો. કોંગ્રેસે વ્હીપ આપવા છતાં બંને નેતાઓએ ક્રોસ વોટીંગ કર્યુ હતુ. જેને લઇ ક્રોસ વોટીંગને આધાર બનાવી વિધાનસભા કોંગ્રેસ પક્ષે ઇલેક્શન પીટીશન કરી છે. ત્યારે આ પીટિશનના કારણે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થયો છે.
જુઓ Live TV:-