અમદાવાદઃ અમદાવાદમાં 30 જૂનના રોજ ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરમાં ઘણી જગ્યાએ રસ્તાઓ ધોવાય ગયા હતા. ભારે વરસાદને કારણે એસપી રિંગ રોડ એક રસ્તો બેસી ગયો હતો. ઔડા દ્વારા એસ.પી રિંગ રોડ એપલવુડ સર્વિસ રોડથી ઓર્ચિડ સ્કાય બિલ્ડિંગના ગેટથી સ્કાય આર્કેડ ચાર રસ્તા સુધી તા.૩૦/૦૬/૨૦૨૪ના રોજ અતિ ભારે વરસાદ (આશરે ૭.૫૦ ઇંચ) પડવાના કારણે રસ્તો બેસી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત ગ્રેવિટી અને મેઈન સીવરેજ લાઈનનું કામ ચાલુ હોવાથી સાવચેતીના ભાગરૂપે જરૂરી ટ્રાફિક ડાયવર્ઝન કરવાનું થાય છે. આ કામગીરી ૪૫ દિવસ સુધી ચાલવાની હોઈ તેના વૈકલ્પિક ભાગરૂપે નકશામાં દર્શાવ્યા મુજબ ટ્રાફિક મૂવમેન્ટ કરી શકાશે. ઔડા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નકશામાં દર્શાવ્યા અનુસાર ટ્રાફિક ડાયવર્ઝન કરવાનું રહેશે, એવું અધિક કલેકટર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, અમદાવાદની અખબારીયાદીમાં જણાવાયું છે.


નક્શામાં જુઓ વૈકલ્પિક માર્ગ