સાવધાન! અમદાવાદમાં હવે ભૂલથી પણ મંજૂરી વિના સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યો તો ખેર નહીં...
અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલ PIL મામલે હાઈકોર્ટે જવાબ માંગ્યો હતો. અમદાવાદ CP વતી સ્પે. બ્રાંચના આસિ. કમિશ્નરે જવાબ ફાઈલ કર્યો હતો. પોલીસ દ્વારા જણાવ્યું હતું કે, જાહેરનામાના ઉલ્લંઘન બદલ 5 ગુના નોંધવામાં આવ્યા છે.
આશ્કા જાની/અમદાવાદ: શહેરમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી મામલે અમદાવાદ CP વતી સ્પે. બ્રાંચના આસિ. કમિશનરે જવાબ રજૂ કર્યો છે. ધ્વનિ પ્રદૂષણ મુદ્દે પોલીસે સમયાંતરે જાહેર કરેલા જાહેરનામાની વિગતો રજૂ કરી છે. વર્ષ 2020-22 દરમિયાન ધ્વનિ પ્રદૂષણના નોંધાયેલા પોલીસ કેસની વિગતો રજૂ કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલ PIL મામલે હાઈકોર્ટે જવાબ માંગ્યો હતો. અમદાવાદ CP વતી સ્પે. બ્રાંચના આસિ. કમિશ્નરે જવાબ ફાઈલ કર્યો હતો. પોલીસ દ્વારા જણાવ્યું હતું કે, જાહેરનામાના ઉલ્લંઘન બદલ 5 ગુના નોંધવામાં આવ્યા છે. એટલું જ નહીં, ધ્વનિ પ્રદૂષણ કરનાર લોકો સામે સખ્ત પગલા લેવાશે. તેમજ ધ્વનિ પ્રદૂષણ અને મંજૂરી વિના સાઉન્ટ સિસ્ટમનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહિ કરાઈ રહી છે. તેમજ ધ્વનિ પ્રદૂષણ કરનાર લોકો સામે સખ્ત પગલા લેવામાં આવશે. ત્યારે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 30 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.
પોલીસની એફિડેવિટમાં ખુલાસો
પોલીસના એફિડેવિટમાં અન્ય એક ખુલાસો થયો છે. ધ્વનિ પ્રદૂષણને રોકવા અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શહેરના રસ્તાઓ પર DJ-માઇક સિસ્ટમના ઉપયોગને પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ પોલીસે આ જાહેરનામું બહાર પાડ્યું છે.
પોલીસે જણાવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ પોલીસ પરવાનગી વિના માઇક ડિજે સિસ્ટમ ભાડે આપી નહીં શકે. સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, કોર્ટના 100 મીટરની અંદર ડીજે સિસ્ટમને પરવાનગી નહીં મળે. શરતોને આધિન પરવાનગી મુજબ પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે.
ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા જાહેર હિતની અરજી કરાઈ
અગાઉ થયેલી સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે રાજ્ય સરકાર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ ધાર્મિક પ્રસંગોમાં ડીજે કે અન્ય લાઉડસ્પીકર સિસ્ટમના કોઈપણ જાતના નીતિ નિયમ વિના રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું હોવાની વાત જણાવવામાં આવી હતી. જેનાથી લોકોને હેરાન થાય છે. ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે જાહેર હિતની અરજી કરવામાં આવી છે.