ગાંધીનગરઃ આખરે ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી ગયા છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાન સરકારમાં કેબિનેટ મંત્રી ડો. રઘુ શર્માની ગુજરાત કોંગ્રેસ કમિટીના પ્રભારી તરીકે નિમણૂંક કરી છે. ડો. રઘુ શર્મા રાજસ્થાનના આરોગ્ય મંત્રી છે. મહત્વનું છે કે આ પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજીવ સાતવ જવાબદારી સંભાળી રહ્યા હતા. પરંતુ કોરોનાને કારણે તેમનું નિધન થયુ હતું. ત્યારબાદ આ પ્રભારીની જગ્યા ખાલી હતી. ડો. રઘુ શર્મા ગુજરાત સાથે દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રભારી તરીકે પણ જવાબદારી સંભાળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુશ્કેલ સમયમાં રઘુ શર્માને મળી જવાબદારી
મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી નિતૃત્વ સંકટનો સામનો કરી રહ્યુ છે. આખરે પાંચ-છ મહિના બાદ પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રભારીને નિમણૂક કરી છે. રાજીવ સાતવ બાદ આ જગ્યા ખાલી હતી. હાલમાં ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યુ હતું. 



પરેશ ધાનાણી અને અમિત ચાવડા પણ આપી ચુક્યા છે રાજીનામુ
ફેબ્રુઆરી મહિનામાં છ મહાનગર પાલિકા સહિત અનેક નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ હતું. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ હજુ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત પણ કરી શક્યુ નથી. 


આ પણ વાંચોઃ નવરાત્રિના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભદ્રકાળી મંદિરે દર્શન કરી આરતી ઉતારી  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube