અમદાવાદ રથયાત્રાની મંજૂરીને લઇ રાજ્ય સરકારે સુપ્રીમના ચુકાદાનો શરૂ કર્યો અભ્યાસ
આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તેને લઇ અસમંજસ છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પુરીમાં રથયાત્રા યોજવા શરતી મંજૂરી મળી છે. આ મંજૂરી મળતા રાજ્ય સરકારે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ શરૂ કર્યો છે. અમદાવાદમાં રથયાત્રાની પણ શરતોને આધીન કાઢી શકાય કે કેમ તેનો નિર્ણય આજે મોડી સાંજ સુધીમાં લઇ શકાશે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી પિટીશન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સરકાર તરફથી આપવામાં આવશે.
ગૌરવ પટેલ, અમદાવાદ: આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તેને લઇ અસમંજસ છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પુરીમાં રથયાત્રા યોજવા શરતી મંજૂરી મળી છે. આ મંજૂરી મળતા રાજ્ય સરકારે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ શરૂ કર્યો છે. અમદાવાદમાં રથયાત્રાની પણ શરતોને આધીન કાઢી શકાય કે કેમ તેનો નિર્ણય આજે મોડી સાંજ સુધીમાં લઇ શકાશે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી પિટીશન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સરકાર તરફથી આપવામાં આવશે.
આ પણ વાંચો:- રથયાત્રા નિકશે કે નહીં તે અસમંજસ વચ્ચે મુસ્લિમ બિરાદરોએ પુરૂ પાડ્યું કોમી એકતાનું ઉદાહરણ
આ મુદ્દે જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, પુરીની રથયાત્રા માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. એ રીતે આપણે પણ અમદાવાદની રથયાત્રા માટે કોર્ટમાં જે મેટર ચાલુ છે તેનો જે ચુકાદો આવે તે માન્ય રાખવું પડશે. કોર્ટના ચુકાદા પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. ત્યારે તેમણે સુપ્રિમ કોર્ટના ચુકાદાને આવકારી કહ્યું કે, આપણા પુરા પ્રયાસ રહેશે કે, જેમ પુરીમાં ભગવાન જગ્ન્નાથની યાત્રા નીકળશે એમ આપણી પણ અહીં યાત્રા નીકળશે.
આ પણ વાંચો:- જગન્નાથ મંદિરમાં રથયાત્રાનું કરાયું રિહર્સલ, તમામ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
143 વર્ષની પરંપરા જળવાય અને અહીં પણ યાત્રા નિકળે મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મહંત દિલિપદાસજી મહારાજે ભક્તો અને શ્રદ્ધાળુંઓને અપીલ કરી છે કે, કોર્ટના ચુકાદાના પગલે ઉત્સાહમાં આવી ક્યાંક એકઠા ન થવું. આપણે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખવાની છે. સોશિયલ ડિસ્ટન્સિંગને પણ ધ્યાનમાં રાખવાનું છે અને એ ધ્યાનને લઇ ભગવાન જગન્નાથના દર્શન કરવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube