ગુજરાતમાં APMC ચોક્કસ નિયમો સાથે ખુલ્લા રહેશે, શક્ય હોય તો ખેતરમાંથી જ ખરીદી કરવા અપીલ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કાલે 15 દિવસના લોકડાઉનનો અંતિમ દિવસ છે.
અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કાલે 15 દિવસના લોકડાઉનનો અંતિમ દિવસ છે. ત્યારે લોકડાઉન આગળ વધશે કે કેમ તે અંગે મત મતાંતર પ્રવર્તી રહ્યા છે. ત્યારે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી (APMC) બંધ રાખવામાં આવી છે. જો કે હવે એપીએમસી લાંબો સમય બંધ રાખી શકાય તેમ નથી. કારણ કે ખેડૂતોનાં પાક લગભગ તૈયાર થઇ ચુક્યો હતો ત્યારે લોકડાઉન લાગુ કરાયું હતું. બીજી તરફ હવે લોકડાઉન લંબાય તેવી શક્યતાઓ વધારે છે. તેવામાં હવે ખેડૂતો ખમે તેમ નથી ત્યારે એપીએમસી ખુલ્લુ મુકાયું છે. જો કે એક સમયે માત્ર બે ખેડૂતોને જ પ્રવેશ અપાશે. ઉપરાંત માસ્ક પણ ફરજીયાત પહેરવા પડશે.
Corona LIVE : બોપલમાં પોઝિટિવ કેસ આવતા હડકંપ, આખો કોમ્પ્લેક્સ ક્વોરન્ટીન
આ ઉપરાંત સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે કે, શક્ય હોય ત્યાં સુધી ખેડૂતોનાં ખેતરમાંથી જ માલની ખરીદી કરવામાં આવે તે જરૂરી છે. માટે તમામ એજન્ટ્સ ખેડૂતનાં ખેતરમાં જઇને જ ખરીદી કરવા પર વધારે ભાર આપ્યો છે. ખાસ કરીને વેરાવળ, પાટણ, ભાબર, ભાવનગર સહિતના મોટા ગણાતા માર્કેટિંગ યાર્ડમાં હરાજી અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. જો કે આ યાર્ડમાં વેપારીઓ અને કમિશન એજન્ટ્સ માટે આવવાનો સમય અલગ અલગ રખાયો છે જેથી યાર્ડ પરિસરમાં ભીડ ન થાય.
જેતપુરમાં એમ્બ્યુલન્સ નહી મળતા વિધવા માતાએ રેકડીમાં પુત્રને લઇ જવા મજબુર
સરકાર દ્વારા પરિપત્ર કરીને જણાવ્યું કે, યાર્ડમાં વ્યક્તિને માસ્ક અને ગ્લવ્ઝ પહેર્યા વગર અંદર પ્રવેશ કરવો નહી. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સની પણ ખાસ તકેદારી રાખવામાં આવે. અંદર જતી અને બહાર નિકળતી વખતે સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે. ખરીદ અને વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓ અને કમીશન એજન્ટ હાથના મોજા અને માસ્ક સહિતની તમામ તકેદારી ખાસ રાખે તે જરૂરી છે.
ચણા અને રાયડાની ખરીદી માટે ગુજકોમાસોલને જવાબદારી સોંપાઇ
આ ઉપરાંત ચણા અને રાયડાને ટેકાના ભાવે ખરીદી કરવાની કામગીરી નોડલ એજન્સીને સોંપવામાં આવી છે. આ નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજકોમાસોલ દ્વારા ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે. ચણા અને રાયડાની ખરીદી 1 મેના રોજથી ચાલુ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube