અમદાવાદ : શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી નાનુભાઇ એસ્ટેટમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં 12 લોકોનાં મોત મુદ્દે નારોલ પોલીસ સ્ટેશનનાં નાનુભાઇ એસ્ટેટના માલિક નાનુ ભરવાડ, ગોડાઉન માલિક પ્રદિપ ઉર્ભે બૂટા ભરવાડ અને કેમિકલ ગોડાઉન ભાડે રાખનાર હેતલ સુતરિયા સામે સદોષ માનવવધની કલમો હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે મુખ્ય આરોપી અને ગોડાઉન ભાડે રાખનારા હેતલ સુતરિયાના 10 તારીખ સુધી, એસ્ટેટ માલિકની 7 તારીખ સુધી અને પ્રદિપ ઉર્ભે બટા ભરવાડના 8 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રાઇવ: ગુજરાત પોલીસે 26 દિવસમાં પોલીસ જાપ્તામાંથી ફરાર 106 આરોપીઓને ઝડપી લેવાયા

નારોલ પોલીસે મૃત રાગિણીબેન ક્રિશ્યનના પુત્ર આશિષની ફરિયાદ નોંધી છે કે, તેમના માતા રાગિણીબેન કનિકા ફેશન નામની કાપડની કંપનીમાં 10 વર્ષથી નોકરી કરે છે. બુધવારે કંપનીની બાજુમાં આવેલા કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા કંપનીની છત તુટી પડી હતી. જેમાં દબાઇ જવાના કારણે તેમની માતાનું મોત નિપજ્યું હતું. સાહિલ એન્ટરપ્રાઇજ નામની કંપનીના હેતલભાઇ સુતરિયા કોઇ પણ જાતની મંજુરી વગર, આવડત કે લાયકાત વગર અત્યંત ભયાનક કેમિકલનો ધંધો કરતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube