સમીર બલોચ/અમદાવાદ: રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાના કરાણે અનેક જગ્યાએ કમોસમી વરસાદ શરૂ થયો હતો. જ્યારે સૌથી વધારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં તોફાની વંટોળે મુશ્કેલી પેદા કરી છે. અનેક ઘરના પતરા, નળીયા અને છત ઉડી ગઈ તો, રસ્તાઓ પર ઝાડ અને વીજ પોલ ધરાશાયી થતા, હાઈવે બંધ થઈ ગયો, જેને પગલે વાહનોની 10 કિમી લાંબી કતારો લાગી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડાસા તાલુકામાં છેલ્લા કંટલાક કલાકથી વાવાઝોડા વંટોળે જનજીવન અસ્ત વ્યસ્ત કરી દીધુ છે. તોફાની વંટોળની સાથે વરસાદથી વાતાવરણ ડહોળાઈ ગયું છે. કેટલી જગ્યાએ ભારે પવનના કારણે મકાનના પતરા, નળીયા ઉડી ગયા છે. અરવલ્લીના ત્રણ તાલુકામાં વાવાઝોડાના કારણે ભારે નુકશાન થયાના સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીના મોડાસા, મેઘરજ અને ભિલોના ગામોમાં અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થતા અંધારપટ છવાઈ ગયો છે. કેટલાએ કાચા મકાનોના પતરા, નળીયા અને થત ઉડી જતી લોકો પરેશાન થઈ ગયા છે.


ગુજરાતનો પ્રથમ કિસ્સો, PUBG પાર્ટનરના પ્રેમમાં યુવતીએ પતિ પાસે માગ્યા છુટાછેડા


અરવલ્લીમાં ત્રણ તાલુકામાં વાવાઝોડાથી મોટા પ્રમાણમાં નુકશાન થયુ હતું. મોડાસા,મેઘરજ,ભિલોડાના ગામડાઓમાં અંધારપટ છવાયો હતો. અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાઈ મોટી સંખ્યામાં નુકશાન થયું હતું. કાચા મકાનોના પતરા-નળિયાંની છત ઉડી જતા પરેશાની થઇ હતી. ખેડૂતો બાજરી અને મકાઈના પાકનો સૌથી વધારે નુકશાન થયુ છે.


રાજ્યની પોલીસમાં મોટી ’ઘટ’ છતા ભરતી નથી થઇ રહી, અધિકારીઓ ‘ડબલ ડ્યુટી’ કરવા મજબૂર



શામળાજીમાં વાવાઝોડા સાથે વરસાદથી મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. શેડ પડતા દિવાલ ધરાશાઈ થતા એક વ્યક્તિ દબાયો હતો. સ્થાનીકો દ્વારા દબાયેલી વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલામાં મોકલવામાં આવ્યા હતા. શેડ નીચે રહેલી બાઇકોને પણ નુકશાન થયું હતું.