ઝી બ્યુરો/અરવલ્લી: મોડાસામાં આવેલ આર્ટસ કોલેજના ટોયલેટમાંથી એક નવજાત ભ્રૂણ મળી આવવાની ઘટના સામે આવી છે. કોલેજ કેમ્પસમાંથી જ આવી ઘટના સામે આવવાને લઈ સૌને ચોંકાવી મૂક્યા છે. ઘટના અંગે મોડાસા શહેર પોલીસે તપાસ શરુ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિરૂપતિ મંદિર બાદ હવે ડાકોર? મંદિરના પૂજારીએ જ વીડિયો અપલોડ કરી બળતામાં ઘી હોમ્યું!


અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી આર્ટ્સ કોલેજના ટોયલેટમાંથી એક નવજાત ભ્રુણ મળી આવવાની ઘટના સામે આવી છે. કોલેજમાં પરીક્ષા ચાલતી હોય પરીક્ષાનું પેપર છૂટ્યા બાદ સફાઈ કર્મચારી દ્વારા રેસ્ટ રૂમ ટોયલેટ વિસ્તારને સાફ સફાઈ હાથ ધરવામાં આવતા આ દરમિયાન એક ડોલ ઉંધી પાડેલ નજર આવતા તેને ઊંચી કરતા નીચેથી નવજાત ભ્રુણ મળી આવ્યું હતું. જેને લઇ અન્ય સ્ટાફ અને પ્રિન્સિપાલને સફાઈ કર્મચારીએ જાણ કરતા ભ્રુણ મળી આવવાના સ્થળે કોલેજ સ્ટાફ દોડી આવ્યો હતો. 


લો બોલો! એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ મામલે ખુદ એસ્ટેટ કમિટી ચેરમેન જ અજાણ, શાસકો-તંત્ર....


આ અંગે સ્થાનિક ટાઉન પોલીસ મથકને પ્રિન્સિપાલે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને તેને ત્યજનાર માતા સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કરાવ્યો છે.


ગુજરાતમા OBC અનામત મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે PM મોદીને પત્ર લખીને કર્યો મોટો ધડાકો