દિવાળીના દિવસે જ અરવલ્લીમાં યમરાજા કાળ બનીને ત્રાટક્યા, કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં 3ના મોત
અરવલ્લીમાં ધનસુરાના રહીયોલ નજીક આજે સવારે એક કાર અને ટેમ્પા વચ્ચ એક લોહિયાળ અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર ત્રણના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે.
સમીર બલોચ/ અરવલ્લી: રાજ્યમાં વધી રહેલા અકસ્માતોની સંખ્યામાં વધારો કરતો વધુ એક અકસ્માત આજે અરવલ્લીમાં થયો છે. દિવાળીના દિવસે બનેલી આ ઘટનામાં યમરાજા કાળ બનીને ત્રાટકતાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં ધનસુરાના રહીયોલ નજીક કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘાયલોને સારવાર માટે મોડાસા ખાતે ખસેડાયા છે. ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અરવલ્લીમાં ધનસુરાના રહીયોલ નજીક આજે સવારે એક કાર અને ટેમ્પા વચ્ચ એક લોહિયાળ અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર ત્રણના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને તેમણે ઘાયલ લોકોને મદદ કરી હતી. ઘાયલોને સારવાર માટે મોડાસા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવી હતી.
દિવાળીના તહેવાર દરમિયાન રણોત્સવમાં પ્રવાસીઓ ઉમટ્યા, તમે જવાના હોય તો એકવાર વાંચીને જ જજો
ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. જેમાં સ્થાનિક લોકોએ કારમાં લોકો પાસેથી મળેલા ત્રણ મોબાઈલ ફોન અને 50 હજાર રોકડા પોલીસને આપ્યા છે. જ્યારે પોલીસ ઘટના સ્થળે આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોને પીએમ માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube