સમીર બલોચ/અરવલ્લી; જિલ્લામાં પ્રથમવાર રોટી બેંકની શરૂઆત કરવામાં આવી છે. મોડાસા ખાતે આવેલા લીલાબા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગરીબ તેમજ જરૂરિયામંદ લોકો સુધી ભોજન પહોંચાડવા માટેનું બીડૂ ઝડપી રોટી બેંક શરૂ કરવામાં આવે છે જેના દ્વારા એકત્ર કરાયેલી રોટી ભૂખ્યા લોકો સુધી પહોંચાડી ભુખ્યાની ભૂખ સંતોષાય તેવું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તરસ્યા માટે અનેક ઠેકાણે પાણીની પરબ તો હોય છે. પણ ભૂખ્યાને ભોજન નથી મળતું, ત્યારે ભુખ્યાને ભોજન મળી રહે તેવા ઉમદા આશય સાથે મોડાસામાં રોટી બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોડાસા ખાતે આવેલા લીલાબા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસામાં રોટી બેંકની શરૂઆત કરવામાં આવી છે. 


ભૂખ્યાને ભોજન મળી રહે તે હેતુથી રોટી બેંકનો જૈન દેરાસરથી શુભારંભ કરવામાં આવ્યો છે આ માટે ઇલેક્ટ્રિક રિક્ષા મારફતે શહેરના વિવિધ વિસ્તારોમાં ભોજપ એકત્રિત કરીને ગરીબ લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવનાર છે. 


આજ રોટી બેન્કની સમગ્ર અમદાવાદમાં આઠ જેટલી શાખાઓ કાર્યરત છે. ત્યારે મોડાસા માં નવ મી શાખા શરૂ કરીને ભૂખ્યાઓ માટે ભોજન વ્યવસ્થા પહોંચાડવાની જવાબદારી સમાજના આગેવાનોએ ઉપાડીને માનવતાનું કાર્ય શરૂ કર્યું છે. આ માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે. 


જેમાં શહેરની વિવિધ સોસાયટીમાં રોટી મુકવાની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં સોસાયટીના રહીશો સવારે 10 થી 12 વાગ્યા સુધી તેમાં રોટી મુકશે અને ત્યારબાદ રોટી બેંક આવીને તેમાં એકત્રિત કરાયેલ રોટી બેંક મારફતે લઇ જવાશે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube