સમીર બલોચ/અરવલ્લી: શામળાજી પાસે જાગાબોરાના જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવતા એકાએક દોડધામ મચી ગઇ હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરવાને કારણે વન્ય જીવોમા ગભરાહટને કારણે દોડધામ મચી હતી. આગના કારણે મોટું નુકસાન થયુ હોવાનો વન વિભાગ દ્વારા માહિતી આપાવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શામણળાજી પાસે આવેલી અરવલ્લીની ગીરીમાળાના જંગલના ડુંગરમાં કોઇ કારણો સર આગ લાગી હતી. આગ ડુંગર પર લાગવાને કારણે વન કર્મીઓ અને ફાયરની ટીમનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં ફાયરના જવાનો અને વનકર્મીઓ આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત કરી રહ્યા છે.


સાસણ ગીરમાં મહિલા ડ્રાયવર કરાવશે સિંહ દર્શન, વન વિભાગે શરૂ કરી તાલીમ


જંગલમાં સુકુ ઘાસ અને સુકા ઝાડ હોવાને કારણે આગ ધીમે ધીમે આગળ વધી રહી છે. આગ વધવાને કારણે જંગલમાં ધુમાળાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. વનકર્મીઓ દ્વારા આપાવમાં આવેલી માહિતી અનુસાર આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.