ગુજરાતના આ ગામમાં 5 હજાર બહેનોએ કેમ મુકાવી માતાજીના નામની મહેંદી? જાણવા જેવું છે કારણ
Arbuda mata Rajat Jayanti Mahotsav: પાલનપુરના લાલાવાડા ખાતે આજથી માતા અર્બૃદાના રજત જયંતિ મહોત્સવને લઇને સમગ્ર તૈયારીઓ થઇ ગઇ છે. સમાજના દરેક લોકો મહિનાઓથી આ પર્વની તૈયારીઓ કરી રહ્યા હતા. આજથી ભવ્ય મહોત્સવની શરુઆત થશે. 600 જેટલાં વિદ્વાન બ્રાહ્મણો 1500 જેટલાં યજમાનોને યજ્ઞમાં આહુતિ અપાવશે.
Arbuda mata Rajat Jayanti Mahotsav/ અલકેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આગામી ત્રીજી ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ત્રિ-દિવસીય અર્બુદા માતાજીનો સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાવાનો છે. જેને લઈને પાલનપુરના અર્બુદાધામમાં ચૌધરી-આંજણા સમાજની 5 હજાર જેટલી બહેનોએ માતાજીના નામની મહેંદી મૂકાવી. તો બનાસકાંઠાના તમામ ગામડાઓમાં સામુહિક સફાઈ કરાયા બાદ ચૌધરી-આંજણા સમાજની બહેનોએ પણ દરેક ગામોમાં એકત્રિત થઈને સામુહિક માતાજીના નામની મેહેંદી પોતાના હાથમાં મૂકી હતી. ચૌધરી-આંજણા સમાજ દ્વારા રજત મહોત્સવને લઈને ત્રિ-દિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.
આ પણ ખાસ વાંચોઃ
કોણ છે એજન્ટોના ગોડમધર? કોની મરજી વિના સરકારી બાબુઓ પણ ફોર્મ પર નથી મારતા સિક્કો
ઝી24કલાકના સ્ટીંગ ઓપરેશનમાં એજન્ટરાજનો પર્દાફાશ, શું કહી રહ્યાં છે 'બાબુઓના એજન્ટો'
સરકારી કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે ZEE24કલાક પૂછે છે આ સવાલો, સરકાર પાસે જવાબ છે?
માતાજીના આ મહોત્સવમાં 7 માળની યજ્ઞશાળાનું દેશી ગાયના છાણથી ચૌધરી સમાજની બહેનોએ લીંપણ કર્યું હતું તે બાદ ચૌધરી સમાજની બહેનોએ ભોજન પ્રસાદ માટે 5 લાખ લાડુ બનાવ્યા હતા અને હવે જિલ્લાના તમામ ગામોની બહેનોએ પોતાના હાથમાં મહેંદી મૂકી ગરબે ઘૂમીને રજત મહોત્સવની તૈયારી શરૂ કરી દીધી છે.
બનાસકાંઠાના પાલનપુરમાં આગામી ત્રીજી ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ત્રિ-દિવસીય અર્બુદા માતાજીનો સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાવાનો છે જેને લઈને આજે ચૌધરી-આંજણા સમાજની બહેનોએ દરેક ગામડાઓમાં સામુહિક એકઠા થઈને મહેંદી મૂકી તો પાલનપુરના અર્બુદાધામમાં 5 હજાર જેટલી મહિલાઓએ માતાજીના નામની મહેંદી મૂકી ગરબે ઘૂમી ઉત્સવને વધાવ્યો.
બનાસકાંઠાના ચૌધરી -આંજણા સમાજ દ્વારા પાલનપુરમાં અર્બુદા માતાજીની રજત મહોત્સવની ઉજવણી શરૂ કરાઇ છે આગામી ત્રીજી ફેબ્રુઆરીથી શરૂ થનાર ત્રિ-દિવસીય મહોત્સવને લઈને ચૌધરી-આંજણા સમાજ દ્વારા મહોત્સવની ઉજવણી શરૂ કરાઇ છે જેના ભાગરૂપે આજે બનાસકાંઠાના તમામ ગામડાઓમાં સામુહિક સફાઈ કરાયા બાદ ચૌધરી -આંજણા સમાજની બહેનોએ દરેક ગામોમાં એકત્રિત થઈને સામુહિક માતાજીના નામની મેહેંદી પોતાના હાથમાં મૂકી હતી તો પાલનપુરના અર્બુદાધામમાં પાલનપુર શહેરની 5 હજાર જેટલી બહેનોએ એકત્રિત થઈને પોતાના હાથમાં વિવિધ પ્રકારની મહેંદી તેમજ માં અમે તૈયાર છીએ તેવી મહેંદી મૂકી માતાજીને હર્ષભેર આવકારવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી ,અને માં અર્બુદાના ધામમાં ગરબે ઘૂમી ઉત્સવને માનવવાનું શરૂ કર્યું હતું.
ચૌધરી-આંજણા સમાજ દ્વારા રજત મહોત્સવને લઈને ત્રિ-દિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે જેમાં 7 માળની યજ્ઞશાળાનું દેશી ગાયના છાણથી ચૌધરી સમાજની બહેનોએ લીંપણ કર્યું હતું તે બાદ ચૌધરી સમાજની બહેનોએ ભોજન પ્રસાદ માટે 5 લાખ લાડુ બનાવ્યા હતા અને હવે જિલ્લાના તમામ ગામોની બહેનોએ પોતાના હાથમાં મહેંદી મૂકીને માતાજીના અવસરમાં ભાગીદાર થઈને પોતે ધન્યતા અનુભવી પોતાને ભાગ્યશાળી ગણાવી માતાજીના આ અવસરમાં લિન બની હતી
અર્બુદા રજત મહોત્સવને લઈને આવતીકાલે પાલનપુરના અર્બુદાધામથી હાથી-ઘોડા સાથે શોભાયાત્રા નીકળશે જેમાં એક લાખ લોકો જોડાશે અને આ શોભાયાત્રા પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર ફરશે ત્યાં અનેક જગ્યાએ તેનું સ્વાગત કરાશે ત્યાર બાદ સાંજે દરેક ગામોના મંદિરોમાં મહાઆરતી યોજાશે અને પાલનપુરના અર્બુદાધામમાં 50 હજાર લોકો મહાઆરતી કરશે અને તે બાદ સહસ્ત્રચંડી મહાયજ્ઞની શરૂઆત થશે જેમાં દેશના અનેક રાજ્યો માંથી 10 લાખથી વધુ લોકો માતાજીના દર્શન માટે ઉમટી પડશે.