શૈલેષ ચૌહાણ/બનાસકાંઠા: વિધાનસભાની ચૂંટણી ટાણે વિપુલ ચૌધરીની અટકાયત બાદ છેલ્લા કેટલાક દિવસોથી વિપુલ ચૌધરીની જેલમુક્તિ મામલે અર્બુદા સેના દ્વારા વિવિધ કાર્યક્રમ આપી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજ રોજ અર્બુદા સેનાના 100 વધુ કાર્યકરો દ્વારા પાટણ સબ જેલ ખાતે જેલભરો આંદોલન કરી વિવિધ સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપુલ ચૌધરીની જેલમુક્તિને લઇ આજ રોજ અર્બુદા સેના દ્વારા પાટણ સબજેલ ખાતે જેલભરો આંદોલન સાથે અર્બુદા સેના દ્વારા ઉગ્ર વિરોધ કરી રોડ પર બેસી ચક્કા જામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ અર્બુદા સેનાના વિરોધ કાર્યક્રમને લઇ પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જોકે અર્બુદા સેનાના કાર્યકરો અને આગેવાનો દ્વારા 'આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી' ના ભારે સુત્રોચાર સાથે 100થી વધુ અર્બુદા સેનાના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યો હતો.


જોકે પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકરોને સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. છતાં વિરોધ યથાવત રહેતા પોલીસે 100થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારે એ મામલે હારીજ તાલુકા અર્બુદા સેનાના પ્રમુખે જણાવ્યું હતું કે, ચૌધરી સમાજ દ્વારા આજે જેલ ભરો આંદોલન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, કારણ કે વિપુલ ચૌધરીને કિન્ના ખોરી રાખીને ખોટી રીતે જેલમાં પૂર્યા છે, તો આજે સમાજ પણ જેલમાં જવા તૈયાર છે. 


સરકારની તાકાત હોય તો અમને બધાને જેલમાં પુરી દે તેમ કહી આક્રોશ ઠાલવ્યો તો આગામી વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને પણ અર્બુદા સેનાએ સ્પષતા કરીને જણાવ્યું કે, ચૂંટણીમાં ભાજપને હરાવવાનું અર્બુદા સેનાનું સ્ટેન્ડ રહેશે. તેમજ જો ભાજપમાં ચૌધરી સમાજનો ઉમેદવાર હશે તો પણ તેને પણ હરાવીશું તેમ કહી ચેતવણી આપી હતી. 


આ પણ વીડિયો જુઓ:-