ઉદય રંજન/અમદાવાદ: નવા પાર્ટનરની શોધમાં રહેલી મહિલા સાથે દગો થયો હોવાની ઘટના સામે આવી છે. મેટ્રોમોનિયલ સાઈટ પર નકલી પોલીસ મહિલાના સંપર્કમાં આવ્યો ને તેણે મહિલા પર દુષ્કર્મ આચરી લગ્ન કરવાની ના પાડી દીધી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1400 કિલો ચાંદીની લૂંટ:'ધૂમ' માં સ્ટંટની ઓફર ના ગમી તો આ ગેંગે કરોડોની ચાંદી લૂંટ


પોલીસે ધરપકડ આરોપીનું નામ પરેશ સુથાર છે. જે બોટાદના રાણપુર તાલુકાના ઝાડીયા ગામનો રહેવાસી છે. હાલ તે બળાત્કાર અને છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં વટવા પોલીસ કસ્ટડીમાં આવી ચૂક્યો છે. આરોપીએ એક મહિલાને લગ્નની લાલચ આપીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. અંતે લગ્ન કરવાની મનાઇ કરતા આરોપી સામે મહિલાએ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વટવા વિસ્તારમાં રહેતી આ 35 વર્ષીય પરિણીતાનો પતિ તેને છોડીને જતા રહેતા મેટ્રોમોનિયલ સાઇટ પર આરોપીએ સંપર્ક સાધ્યો હોવાનું સામે આવ્યું છે. બાદમાં આરોપીએ પ્રેમ સંબંધનું નાટક કરી આરોપી પોતે બોટાદ પોલીસમાં હોવાની વાત કરી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું.


ડુંગળી-બટાકા પકવતા ખેડૂતોને આજે મળી શકે છે સૌથી મોટા ખુશખબર, કેબિનેટમાં લેવાશે નિર્


પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે ફરિયાદી મહિલા તેના દીકરા સાથે રહે છે અને તેના લગ્ન વર્ષો પહેલા હરિયાણાના એક યુવક સાથે થયા હતા. દરમિયાનમાં હરિયાણાના યુવકે પરિણીતાને સાથે સબંધ ન રાખતા આ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. દરમિયાનમાં પરિણીતા નવા પાર્ટનરની શોધમાં હતી. મેટ્રોમોનિયલ સાઇટ પર તે યુવકો શોધી રહી હતી. દરમિયાનમાં આ આરોપી પરેશ સુથાર તેના સંપર્કમાં આવ્યો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 


ખરેખર કમાલ કરી દીધી!સુરતના દંપતીએ આ રીતે હાઈજેનિક અને ઓર્ગેનિક ફ્રુટ-શાકભાજી ઉગાડ્યા


આરોપીએ પોતે બોટાદ પોલીસમાં હોવાનું જણાવતા પોલીસે તે બાબતે તપાસ કરી તો તે અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં પણ નકલી પોલીસના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું. આરોપીને પોલીસે પકડ્યો ત્યારે તેનું ડ્રેસિંગ અને હેરસ્ટાઇલ પણ પોલીસ જેવા હતા. જેને લઈને વધુ પૂછતાં સામે આવ્યું કે આરોપી પરેશ ને પોલીસમાં ભરતી થવું હતું પણ તેના સપનાં પુરા ન થઈ શક્યા અને નકલી પોલીસ બની ફરવા લાગ્યો. એક વાર સોલામાં તે નકલી પોલીસ તરીકે પકડાયો તો હવે વટવામાં નકલી પોલીસ બની છેતરપીંડી વિશ્વાસઘાત અને બળાત્કારના ગુનામાં ઝડપાઇ ગયો.


ગુજરાતીઓ દાળ-ભાત ખાવામાં શૂરા,આર્મીમાં નહીં', આ મહેણું ભાગવા અગ્નિવીર બનો, આ રહી...


આરોપી લાંબા સમય સુધી પરિણીતાને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારતો રહ્યો. મહિલા લગ્નની વાત ઘરે કરવાનું કહેતા તેણે ગલ્લાંતલ્લાં કર્યા હતા. બાદમાં લગ્ન કરવાની પરિવારના સભ્યો ના પાડે છે તેમ કહી ના પાડી દેતા બને વચ્ચે ઝઘડો પણ થયો હતો. હાલ તો પોલીસે કાર્યવાહી હાથ ધરી આ નકલી પોલીસ બની બળાત્કાર ગુજારનાર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.